વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 709 ) મોદી ભારતના ‘રિફોર્મર-ઇન-ચીફ’ – બરાક ઓબામા/ જય જય ગરવી ગુજરાત

ઝૂકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે

ઝૂકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે

અમેરિકાના પ્રમુખ અને કમાન્ડર-ઇન-ચીફ બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીને ભારતના ‘રિફોર્મર-ઇન-ચીફ’ તરીકે ઓળખાવ્યા.

અમેરિકાના વિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિનની આ વર્ષની વિશ્વની સૌથી વધુ વગદાર ૧૦૦ વ્યક્તિઓ ( The 100 most Influential people ) ની યાદીમાં જે ચાર મૂળ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગ્રેસર છે. મોદી ઉપરાંત આ યાદીમાં ૧૦૦  માંધાતાઓ, સ્થાપકો, કળાકારો, નેતાઓ, આઇકોનનો સમાવેશ થાય છે એમાં –

– આઇસીઆઇસીઆઇ બેન્કનાં મેનેજિંગ ડિરેક્ટર-સીઈઓ ચંદા કોચર, 

-માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નાડેલા અને

-એનજીઓ સંગાથના કો-ફાઉન્ડર વિક્રમ પટેલનો સમાવેશ થાય છે. 

મોદી સાથે વ્યક્તિગત ગાઢ મિત્રતા દર્શાવતા ઓબામાએ ‘ટાઇમ’ મેગેઝિન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની રૂપરેખા લખી છે. આ જીવન વૃતાંતને ‘ઇન્ડિયાઝ રિફોર્મર-ઇન-ચીફ’ એવું મથાળું આપ્યું છે .ભારતના ગતિશીલ અને તરવરાટથી ભરેલા મોદીના નેતૃત્વની અને ક્ષમતાની ઝાંખી રજૂ કરી છે અને તેમને જગતના સૌથી મોટા સુધારક લેખાવ્યા છે. 

આ લેખમાં ઓબામાએ લખ્યું હતું કે મોદીએ બાળપણમાં ચા વેચીને તેમના પરિવારને મદદ કરી હતી .મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા છે અને તેમની જીવનકથા ગરીબીમાથી વડા પ્રધાનપદ સુધીની છે, જેમાં ભારતના ઉત્થાનની ગતિશીલતા અને ક્ષમતાનાં દર્શન થાય છે.  ઓબામાએ લખ્યું હતું કે તેમણે ભારતની પ્રાચીન અને આધુનિક પદ્ધતિ વચ્ચે સમન્વય ઊભો કર્યો છે, યોગની પ્રાચીન પદ્ધતિને આધુનિક રૂપ આપીને વિશ્વમાં તેનો વ્યાપ વિસ્તાર્યો છે, ટ્વિટર પર લોકસંપર્ક જાળવી રાખ્યો છે અને ડિજિટલ ઇન્ડિયાની ઇમેજ ઊભી કરી છે. 

નરેન્દ્ર મોદીએ ‘ટાઇમ’ મેગેઝિનમાં લખેલા એમના લેખ બદલ ઓબામાનો ટ્વિટર દ્વારા આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આપના હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર.     

(આઈએએનએસ ન્યુઝ માંથી સાભાર )

=================

ટાઈમ મેગેઝીનનો હું સબસ્ક્રાઈબર છું. ટાઈમના April27/May 4,2015 આ અંકમાં પ્રગટ બરાક ઓબામાના આ પરિચય લેખનો અંગ્રેજી પાઠ નીચે પ્રમાણે છે.  

India’s reformer-in-chief

As a boy, Narendra Modi helped his father sell tea to support their family. Today, he’s the leader of the world’s largest democracy, and his life story—from poverty to Prime Minister—reflects the dynamism and potential of India’s rise.

Determined to help more Indians follow in his path, he’s laid out an ambitious vision to reduce extreme poverty, improve education, empower women and girls and unleash India’s true economic potential while confronting climate change. Like India, he transcends the ancient and the modern—a devotee of yoga who connects with Indian citizens on Twitter and imagines a “digital India.”

When he came to Washington, Narendra and I visited the memorial to Dr. Martin Luther King Jr. We reflected on the teachings of King and Gandhi and how the diversity of backgrounds and faiths in our countries is a strength we have to protect. Prime Minister Modi recognizes that more than 1 billion Indians living and succeeding together can be an inspiring model for the world.

Obama is the 44th President of the United States

 

ટાઈમ મેગેઝીનની નીચેની લીંક ઉપર આ વર્ષની વિશ્વની સૌથી વધુ વગદાર ૧૦૦ વ્યક્તિઓ ( The 100 most Influential people ) વિષે જાણો .

http://time.com/3823155/narendra-modi-2015-time-

  

જય જય ગરવી ગુજરાત 

Namo -gUJARATI

આજે મે ૧,૨૦૧૫ ,ગુજરાતનો ૫૬ મો જન્મ દિવસ – સ્થાપના દિવસ .

મે ૧, ૧૯૬૦ના મંગલ પ્રભાતે ગાંધી મુલ્યોના પ્રતિક જેવા પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે એમના આશીર્વાદ સાથે ગુજરાતના અલગ પૂર્ણ રાજ્યનો મંગલ પ્રારંભ અમદાવાદ ગાંધી આશ્રમ ખાતેના પવિત્ર સ્થળે રાખેલ સમારંભમાં થયો હતો. 

આખો લેખ મારા ફેસ બુક પેજ “મોતી ચારો “માં  અહીં ક્લિક કરીને વાચો.

5 responses to “( 709 ) મોદી ભારતના ‘રિફોર્મર-ઇન-ચીફ’ – બરાક ઓબામા/ જય જય ગરવી ગુજરાત

  1. smdave1940 મે 2, 2015 પર 12:35 એ એમ (AM)

    બહુ સરસ વાત કરી. ઘણા લોકો મોદીને સરમુખત્યાર કહે છે. કારણકે તેમનું કહ્યું બધા માને છે.

    જ્યારે કોઈ એક નેતા, વૈચારિક, બૌધિક, વ્યાવહારિક અને વ્યુહ રચનામાં નિપુણ હોય અને એ કારણે નેતાગીરીમાં બીજાઓથી ઘણો આગળ આવી ગયો હોય, વળી તે લોકપ્રિય પણ હોય ત્યારે તે તેના વિરોધીઓ અને અસંતુષ્ટો તેને આપખુદ અને સરમુખત્યારનું લેબલ લગાડવા તૈયાર થઈ જાય છે.

    જીન્નાને ગાંધીજી આજ કારણથી હિન્દુઓના નેતા માનતા હતા.

    વલ્લભભાઈ પટેલે જે કામો કર્યા અને જે વિરાટ સમસ્યાઓ ઉકેલી તેનાથી કોઈમાં તાકાત રહી નહીં કે કોઈ તેમની ટીકા કરે. પણ તે પહેલાં વલ્લભભાઈ પટેલને નહેરુના ગ્રુપના માણસો અને સામ્યવાદીઓ ભરપેટ ટીકા કરતા. જો સરદાર પટેલની તબિયત સ્વસ્થ હોત અને તેઓશ્રી વધુ જીવ્યા હોત તો દેશનું ભાવી અલગ હોત.

    વલ્લભભાઈ પટેલ પણ ગાંધીજી સિવાય કોઈનું સાંભળતા નહીં. કારણકે તેમના વિચારો સ્પષ્ટ હતા અને તેઓ સ્વાર્થહીન હતા.

    નરેન્દ્ર મોદી વિષે પણ ઘણા લોકો તેમને સરમુખત્યાર માને છે. આ લોકો, વૈચારિક કે વ્યાવહારિક મતભેદો વિષે ચર્ચા કરતા નથી કે તેના ઉદાહરણો પણ આપતા નથી.

    હાલમાં જ અરુણ શૌરીએ એમ કહેલ કે બીજેપીમાં નરેન્દ્ર મોદી, અમિતશાહ અને અરુણ જેટલીની ત્રીપુટીનું જ ચાલે છે. અરુણ શૌરી કમસે કમ એમ કહી શક્યા હોત કે તેમણે, કઈ બાબત વિષે નરેન્દ મોદીને સલાહ આપેલી અને તેમની સાથે ચર્ચા માટે ક્યારે મુલાકાત માગેલી અને તેમાં પૂર્વ પક્ષ કરતાં તેમની પોતાની માન્યતા, ગુણવત્તાની દષ્ટિએ કઈ રીતે વધુ યોગ્ય હતી.

    કમસે કમ નરેન્દ્ર મોદી તો ચર્ચા માટે તૈયાર જ હોય છે. અને આવા ઉચ્ચારણો, તેમણે અનેક વાર કર્યા છે.

    નરેન્દ્ર મોદીએ તો અન્ના હજારેને પણ ચર્ચા માટે આમંત્રણ આપેલ. ખરી રીતે તો અન્ના હજારેએ મુલાકાત માગવી જોઇએ. ગાંધીજી પણ ચર્ચા માટે વાઈસરોયને પત્ર લખતા અને મુલાકાત માગતા. વાઈસરોય મુલાકાત આપતા પણ ખરા. લોકશાહીમાં સંવાદ એક અવિભાજ્ય અંગ છે. તેનો આદર કરવો તે લોકશાહી માનસનું લક્ષણ છે. સંવાદ કર્યા વગર અને રુબરુમાં ચર્ચા માગ્યા વગર કોઈની ઉપર નકારાત્મક ટીકા કરવી એ વાતને “પેટમાં દુઃખવું અને કૂટવું માથું” ની સાથે સરખાવી શકાય.

  2. chandravadan મે 1, 2015 પર 3:39 પી એમ(PM)

    અમેરિકાના પ્રમુખ અને કમાન્ડર-ઇન-ચીફ બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીને ભારતના ‘રિફોર્મર-ઇન-ચીફ’ તરીકે ઓળખાવ્યા. ABHINANDAN !

    આજે મે ૧,૨૦૧૫ ,ગુજરાતનો ૫૬ મો જન્મ દિવસ – સ્થાપના દિવસ .
    HAPPY GUJARAT DAY !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    See you @ Chandrapukar for the NEW Post !

  3. P.K.Davda મે 1, 2015 પર 1:00 પી એમ(PM)

    ઓબામા રીટાયર થાસે ત્યારે મોદી એમને કંઈક કામકાજ આપશે!!!!!!!!!!!!!!

  4. pragnaju મે 1, 2015 પર 11:54 એ એમ (AM)

    મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા છે અને તેમની જીવનકથા ગરીબીમાથી વડા પ્રધાનપદ સુધીની છે, જેમાં ભારતના ઉત્થાનની ગતિશીલતા અને ક્ષમતાનાં દર્શન થાય છે. ઓબામાએ લખ્યું હતું કે તેમણે ભારતની પ્રાચીન અને આધુનિક પદ્ધતિ વચ્ચે સમન્વય ઊભો કર્યો છે, યોગની પ્રાચીન પદ્ધતિને આધુનિક રૂપ આપીને વિશ્વમાં તેનો વ્યાપ વિસ્તાર્યો છે, ટ્વિટર પર લોકસંપર્ક જાળવી રાખ્યો છે અને ડિજિટલ ઇન્ડિયાની ઇમેજ ઊભી કરી છે.
    આ સાચી વાત આપણે સૌ જાણીએ છીએ પણ ઓબામા દ્વારા જાણી વધુ આનંદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: