વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 724 ) આજનો વિડીયો ….બુદ્ધિશાળી શ્વાન ….

કુતરું એક બુદ્ધિશાળી અને વફાદાર પ્રાણી છે.માણસો જ નહી કુતરા જેવા પ્રાણીઓ પણ એની સામે કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે એમાંથી રસ્તો કેમ અને કેવી રીતે કાઢવો એવું માણસની જેમ જ ખુબ વિચારીને પગલાં ભરે છે.

કુતરાને તાલીમ આપવામાં આવે ત્યારે એ સમજી જાય છે .એની વફાદારી ગજબની હોય છે.ઘણા અંધજનો માટે તાલીમી કુતરો એને રસ્તો ક્રોસ કરાવનાર અને દોરનાર એક સાચા વફાદાર મિત્રની ગરજ સારે છે .  

નીચેના વિડીયોમાં તમે જોશો કે એક પુલ પાસે મોઢામાં લાંબુ લાકડું પકડીને એક કુતરો એક સાંકડા પુલને ક્રોસ કરવા માટે આવે છે.પુલ ખુબ જ સાંકડો છે , અને મોઢામાં પકડેલ લાકડું ખુબ લાંબુ છે . હવે એની સામે એક પ્રશ્ન છે કે લાકડી મોઢામાં પકડી રાખીને પુલ કેમ પસાર કરવો.. માણસની જેમ જ એ વિચારે છે કે હવે આ પ્રશ્ન કેવી રીતે ઉકેલવો ?

આ કુતરો વારંવાર કોશિશ કરે છે ,અને છેવટે ઉપાય શોધી કાઢે છે . થોડાક પ્રયત્નો કર્યા પછી સફળતા મેળવી લાકડી સાથે ગૌરવ સાથે પુલ ઉપરથી પસાર થાય છે.

આપણે ઘણીવાર અંગ્રેજીમાં એક વાક્ય બોલીએ છીએ ..

We will cross the bridge as it comes …

એનું શ્રેષ્ઠ ઉદાહરણ એ આજનો આ વિડીયો છે.

Dog Thinks Through A Problem

Maggie The smartest dog ever

આ મેગી નામની કુતરી તો ઘણી જ બુધ્દીશાળી છે. ગણિતના પ્રશ્નો પુછાય છે એનો જમીન ઉપર એનો પગ થપ થપાવીને ખરા જવાબ આપે છે.

Meet Maggie the Smartest Intelligent Dog in the world who can do Math .

સૈનિકો એમની લશ્કરની ફરજો બજાવવા કુટુંબીજનોને ઘેર મૂકી લાંબા સમય સુધી દુરના દેશમાં યુદ્ધ મોરચે જાય છે .એમના કુટુંબીજનોમાં કૂતરાનો પણ સમાવેશ થાય છે .

જ્યારે એમની ડ્યુટી પૂરી કરી રજાઓમાં તેઓ ઘેર આવે છે ત્યારે કુટુંબીજનો તો હર્ષ ઘેલાં થાય જ એમની સાથે સૈનિકને કુતરા પણ કેવા વ્હાલથી આવકારે છે એ આ વિડીયોમાં જોઇને તમે કૂતરાંના મનુષ્ય પ્રેમ ઉપર ઓવારી જશો.

Dogs Welcoming Soldiers Home Compilation

અને છેલ્લે ,

A.R. Rahman ના પ્રખ્યાત ગીત જય હો ગીત-સંગીતના તાલે એની માલિક Mary Rayની સાથે ડાન્સ કરતો આ કુતરો તમને મજા કરાવી દેશે .

4 responses to “( 724 ) આજનો વિડીયો ….બુદ્ધિશાળી શ્વાન ….

  1. pragnaju મે 25, 2015 પર 4:33 પી એમ(PM)

    ‘‘શ્વાન એટલે કે વફાદારીનું પ્રતીક જુના જમાનાની કહેવત છે કે ‘‘કૂતરાને રોટલાનું બટકું નાખો તો પણ તે તેની વફાદારી નીભાવે છે.” તે સત્‍ય સાથે પણ તેટલુ જ તથ્‍ય છે. તેથી રોજ ને રોજ તેની વફાદારી કિસ્‍સા વધતા જાય છે અને આપની સમક્ષ આવે છે.
    શ્વાન પ્રેમીઓ રોજ બરોજ વધતા જાય છે અને લોકો પોતાની સાથે શ્વાનને પાળતા જાય છે. ખરેખર જોવા જઈએ તો શ્વાન એ દરેક ફેમીલીમાંહોવું જરૂરી છે. પરંતુ લોકોની ઘણી ગેરસમજણના કારણે શ્વાનથી દૂર રહ્યા હોય છે. અથવા તો કાઢી મુકતા હોય છે, પરંતુ શ્વાન રાખવાથી ઘણા બધા ફાયદા છે.
    શ્વાનના ફાયદાઓ
    ૧.શ્વાન ઘરમાં હોય તો ઘરમાં હંમેશા માટે એક નાનું બાળક હોય તેવું વાતાવરણ રહે છે.
    ૨.શ્વાન આપના બાળક સાથે રહેતો બાળક ખૂબજ એકટીવ અને ચતુર બને છે અને તેની ઉંમર કરતા પણ વધુ સમજુ બને છે.
    ૩.ઘરમાં એકલા રહેતા દંપતી માટે એક જીવનમાં સાથ મળે છે.
    ૪.વૃધ્‍ધ તથા એકાંત જીવનમાં લોકોનું એક એનોખુ જીવન મળે છે.
    ૫.ઘરમાં રહેતા સભ્‍યો તથા મીલકતોના રક્ષણ માટે.
    ૬. ઘરના સભ્‍યો તેમજ માલીકના પર્સનલ રક્ષણ માટે ઉપયોગી છે.
    ૭. તમારી કારમાં રહેતાં પૈસા અથવા વસ્‍તુના રક્ષણ માટે
    આમ, શ્વાન માણસના જીવનમાં એક અનોખી ભૂમિકા ભજવે છે

    Liked by 1 person

  2. dee35(USA) મે 25, 2015 પર 6:50 પી એમ(PM)

    ભારતમાં કુતરાંને ઘરની બહાર રાખીને બંન્ને ટાઈમ ખવડાવવાનો રીવાજ હોવા છતાં તે માલીકને વફાદાર રહે છે.મારા પિતાશ્રીએ પાળેલ કુતરો તે તેેયાર થઈ ને ઘોડા ગાડીમાં બેસે એટલે સમજી જાય અને સાથે સાથે જ્યાં જ્યાં જાય સાથે જ રહે.ગામડે પણ સાથે જાય અને સાથે પાછો આવે.વફાદારી તો કુતરાની!

    Liked by 1 person

  3. pravinshastri મે 26, 2015 પર 8:10 એ એમ (AM)

    ઉપરની બન્ને કોમેન્ટ તદ્દન સાચી જ છે. અહીં અમેરિકામાં મારી ગ્રાન્ડડોટર અને ચાર પાંચ સ્વજનોએ ડોગ પાળ્યા છે. મારે પણ એ શ્વાન સાથે સારી મૈત્રી છે. એઓ નજર અને સ્પર્ષને ઓળખે છે. આવીને ખોળામાં ચડી જાય છે. માત્ર મને એક જ વાતનો અણગમો છે જ્યારે એ મારા ચહેરાને એની જીભથી ચાટવાની કોશિશ કરે ત્યારે એને દૂર કરવો મુશ્કેલ છે. ડોગને બદલે જો યોગિની હોય તો?…..

    Like

  4. pravinshastri મે 26, 2015 પર 8:12 એ એમ (AM)

    એક તોફાની વિચાર….ડોગને બદલે વાંદરાના મોમાં લાકડું હોત તો એને ડોગ જેટલા પ્રયત્નો ના કરવા પડત.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.