વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 868 ) ના માન્યું ને !….( એક લઘુ કથા – સત્યઘટના પર આધારિત )… વિનોદ પટેલ

chiman -niyantika

ના માન્યું ને !….( એક લઘુ કથા – સત્યઘટના પર આધારિત ) 

વિનોદ પટેલ 

“ચંદ્રેશ,મને અમદાવાદ જવા દે ને,આવું શું કરે છે !”

“નિહારિકા,ખરું કહું છું.ઇન્ડિયા જવાનું માંડી વાળ,તને ખબર તો છે ને કે તને કેન્સર છે.આવી હાલતમાં તને એકલી કેવી રીતે જવા દઉં.મારી જોબ ઉપર અગત્યનો પ્રોજેક્ટ બાકી છે એટલે તારી સાથે હું આવી શકું એમ નથી.”

“હની,હું જાણું છું પણ મને આ ઉતરાણ પર અમદાવાદ જઈને પતંગ ચગાવવાની અને ત્યાં ભાઈ-ભાભી અને જુના મિત્રોને મળવાની મનમાં ખુબ ઇચ્છા થઇ આવી છે.”

“સાલું,અમદાવાદ તો મને પણ બહુ યાદ આવે છે પણ શું કરું જોબને લીધે લાચાર છું.તને ખબર છે,છેલ્લે આપણે અમદાવાદ ગયેલા ત્યારે ઉતરાણ ઉપર તારા ભાઈના બંગલાના ધાબે ચડીને વહેલી સવારથી માંડી સાંજ સુધી પતંગની કેવી મોજ માણી હતી.પણ આવી હાલતમાં તને અમદાવાદ એકલી મોકલતાં મારો જીવ નથી ચાલતો.તારા વિના મારો એક મહિનો કેવી રીતે જશે!”

“હની,એક મહિનો તો આમ ચપટી વગાડતામાં જતો રહેશે.અમદાવાદની તાજી હવા મારા ફેફસામાં ભરીને હું ફરી પાછી તારી પાસે આવી જઈશ.ડોક્ટર પણ કહે છે કે કેન્સર સુધારા પર છે,કોઈ ગંભીર સ્ટેજ પર નથી.ખુશીથી ઇન્ડિયા જઇ શકાશે.”

નિહારિકાના મનની પ્રબળ ઈચ્છા અને એના અતિ આગ્રહને વશ થઈને પ્રેમાળ પતિ ચંદ્રેશએ એને અમદાવાદ જવાની રજા આપતાં કહ્યું :

“હની,કેન્સરગ્રસ્ત હાલતમાં તું જાય છે તો તારું બરાબર ધ્યાન રાખજે.ત્યાં જઈને પતંગની મોજ કરવામાં તારી દવાઓ નિયમિત લેવાનું ભૂલી ના જતી.હું ફોન પર તારી ખબર અંતર પૂછતો રહીશ.”

ઘણા વર્ષો પછી અમદાવાદ પિયરમાં આવીને નિહારિકા જાણે સ્વર્ગમાં આવી ગઈ હોય એમ ખુશ ખુશ થઇ ગઈ. ઉતરાણ ઉપર કુટુંબીજનો અને મિત્રો સાથે પતંગની મોજ માણવાની એના મનની ઇચ્છા પણ પૂરી કરી લીધી.

અમેરિકા પાછા જવાના માત્ર બે દિવસ બાકી હતા ત્યાં જ નીહારીકાના કેન્સરે ઉથલો ખાધો.એના ભાઈએ તાત્કાલિક ગંભીર હાલતમાં એને હોસ્પીટલમાં દાખલ કરી એની બીજી સવારે જ બધાંને રડતાં છોડીને પતંગની મોજ માણ્યા બાદ નિહારિકા આ ફાની દુનિયા ત્યજીને કોઈ બીજી અગમ દુનિયાની મુસાફરીએ ચાલી નીકળી.

અમેરિકામાં ચન્દ્રેશને આ માઠા સમાચાર ફોન પર મળતાં જ તાબડતોબ એર ટીકીટ અને ઈમરજન્સી વિઝાની તજવીજ કરી ૨૪ કલાકની એના જીવનની લાંબામાં લાંબી પત્ની વિના એકલા કરેલી આંસુ ભરી મુસાફરી બાદ એ અમદાવાદ પહોંચી ગયો.અમદાવાદમાં સૌ સ્નેહીજનો નીહારીકાની અંતિમ ફ્યુનરલ ક્રિયા માટે એના ભાઈના બંગલે ચન્દ્રેશની જ રાહ જોઈ રહ્યા હતા.

ચન્દ્રેશ જાણે દોડતો હોય એમ એને સદાના માટે છોડી ગયેલ પત્નીના જીવ વિનાના ખાલી ખોળિયા પાસે નીચે બેસી જઈને ડુસકાં ભરેલા અવાજે એને કહી રહ્યો હતો:

“આખી જિંદગી તું મારો પડતો બોલ ઉપાડતી રહી,મારું કહ્યું માનતી રહી,પણ છેવટે જતાં જતાં તેં મારું કહ્યું ના માન્યું ને,મને એકલો છોડી છેતરીને એકલી જ જતી રહી ને !”

(સત્ય ઘટના પર આધારિત )

વિનોદ પટેલ

14 responses to “( 868 ) ના માન્યું ને !….( એક લઘુ કથા – સત્યઘટના પર આધારિત )… વિનોદ પટેલ

  1. Hemant Bhavsar માર્ચ 17, 2016 પર 12:06 પી એમ(PM)

    It is reality that nothing is in our hand , Everyone’s control key is in the hand of god .

    Like

  2. pragnaju માર્ચ 17, 2016 પર 2:49 પી એમ(PM)

    વ્યાધી અને નામ બદલીએ તો અમારા ઘરની સત્ય ઘટના
    કરૂણ ઘટના પણ ઇચ્છાપૂર્તિ થી વિગલીત થઇ સંતોષનો આનંદ

    Like

  3. સુરેશ જાની માર્ચ 17, 2016 પર 3:44 પી એમ(PM)

    અત્યંત કરૂ ણ ઘટના. પણ એ વેંઢાર્યે જ છૂટકો.

    Like

  4. pravinshastri માર્ચ 18, 2016 પર 8:20 પી એમ(PM)

    પરમ સ્નેહીનો વાસ્તવિક અને સત્ય અજંપો સરસ રીતે કાલ્પનિક પાત્રમાં ઢાળી દીધો.

    Like

  5. nabhakashdeep માર્ચ 21, 2016 પર 3:11 પી એમ(PM)

    સમયના ખેલ તો સમય જ જાણે…બહું જ વસમું લાગે..એવી વાત.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  6. Shabdsetu માર્ચ 26, 2016 પર 4:15 એ એમ (AM)

    જીવનના અંતિમ તબક્કે ટેકણલાકડીની જરૂર કેટલી હોય છે એ આપણા જેવા વયસ્ક સિવાય કોણ જાણી શકે! અને એજ છીનવાય જાય… કરુણ કથની!

    Like

  7. aataawaani એપ્રિલ 11, 2016 પર 9:00 એ એમ (AM)

    પ્રિય વિનોદભાઈ બહુ જાણવા જેવી વાત તમે લખી છે .

    Like

  8. aataawaani એપ્રિલ 12, 2016 પર 4:25 પી એમ(PM)

    નિહારિકા પતી ચંદ્રેશને રડતો મુકીને પરલોક જતી રહી . બહુ દર્દ ભરી દાસ્તાન विनोद भाई તમે વાંચવા આપી . मन जाने में करू करने वाला कोई आदर्या अध्वच्चा रहे हरि करे सो होय

    Like

  9. Pingback: ( 894 ) મરનારને મળવાનું મળે તો કેવું ! …ગઝલ…. ચીમન પટેલ/ રસ દર્શન … વિનોદ પટેલ | વિનોદ વિહાર

  10. aataawaani એપ્રિલ 18, 2016 પર 11:42 એ એમ (AM)

    પ્રિય વિનોદભાઈ બહુ ઉત્તમ કથા કહી ધાર્યું હતું કશું અને થયું કંઈનું કઈ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.