વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(179 ) એક નવા સેલ્સમેનની રમુજી કથા (હાસ્ય યાત્રા-ભાગ – 9)

( Courtesy- Google images)

( Courtesy- Google images)

 
એક વેક્યુમ કલીનરનો સેલ્સમેન નવી જોબ લઈને ખુબ ઉત્સાહથી નવા ઓર્ડર મેળવવા બહાર
 
નીકળી પડ્યો .
 
એક ઘરના કમ્પાઉન્ડમાં દાખલ થઈને બારણે ટકોરા મારીને-નોક કરીને બારણું ખુલવાની રાહ જોતો ઉભો રહ્યો .
 
ઘર માલિક ગૃહિણીએ  બારણું ખોલ્યું .
 
આ સ્ત્રી કૈક બોલે એ પહેલાં જ આ ઉત્સાહી સેલ્સમેને ઘરમાં દાખલ થઈને એની સાથે એક
 
પ્લાસ્ટીકની  બેગમાં  લાવેલો બધો કચરો અને ગાયનું છાણ લીવીંગ રૂમની કાર્પેટ ઉપર
 
ઠાલવી દઈને આ ગૃહિણીને ઉદ્દેશીને બોલ્યો :
 
“મેડમ, મારું આ વેક્યુમ ક્લીનર એટલું બધું પાવરફૂલ છે કે એનાથી થોડી મિનિટોમાં જ
 
આ કચરો  તમને સાફ કરી બતાવીશ .જો હું એ સાફ ન કરી શકું તો એ બધો કચરો હું ખાઈ
 
જવા પણ તૈયાર છું ,એટલો બધો મને આ મારા આ વેક્યુમ ક્લીનરમાં વિશ્વાસ છે .”
 
ગૃહિણી બોલી :” સારું ,મને એ કહો કે તમે આ કચરો એકલો ખાશો કે એની સાથે ખાવા હું તમને
 
ચીલી સોસ  કે કેચ અપ આપું ?” 
 
સેલ્સમેન :” કેમ બેન એમ કહો છો ?”
 
ગૃહિણી :”કેમકે આજે સવારથી જ આ ઘરમાં લાઈટ ગુલ થઇ ગઈ છે .”
 
મોરલ – તમે જીવનમાં કોઇપણ પ્રોજેક્ટમાં કુદી પડો અને કોઇપણ જાતની ક્મીટમેન્ટ કરો એ
 
પહેલાં એ પ્રોજેક્ટની બધી જ વિગતો ભેગી કરી એના ઉપર વિચાર કરી પછી જ આગળ વધો .
 
(મૂળ અંગ્રેજી ઉપરથી અનુવાદ )                      વિનોદ પટેલ ,સાન ડિયેગો
 
 

12 responses to “(179 ) એક નવા સેલ્સમેનની રમુજી કથા (હાસ્ય યાત્રા-ભાગ – 9)

  1. himmatlal ફેબ્રુવારી 5, 2013 પર 7:24 એ એમ (AM)

    આ સેલ્સમેનને સુગ ચડે એવી વાતો કરી ,આવા સેલ્સમેનને કેવો સમજવો?

    Like

  2. સુરેશ ફેબ્રુવારી 5, 2013 પર 10:06 એ એમ (AM)

    કદાચ મેથિયાનો મસાલો વધારે ટેસ્ટી રહેત !!

    Like

  3. પરાર્થે સમર્પણ ફેબ્રુવારી 5, 2013 પર 12:50 પી એમ(PM)

    આદરણીય વડિલ શ્રી ્વિનોદકાકા

    ખુબ જ રમુજ વાળી વાત કહી છે આપે

    Like

  4. harshendra vindochandra dholakia ફેબ્રુવારી 5, 2013 પર 10:47 પી એમ(PM)

    enjoyed salesman act and reply by lady. 2nd story of Lizard very interesting. keep up………h.v. dholakia,bhuj

    Like

  5. Jayesh Shah ફેબ્રુવારી 6, 2013 પર 7:00 એ એમ (AM)

    If doorbell can ring than light is there, change the story starting. – jayesh shah

    Like

  6. DR. CHANDRAVADAN MISTRY ફેબ્રુવારી 7, 2013 પર 2:15 એ એમ (AM)

    મોરલ – તમે જીવનમાં કોઇપણ પ્રોજેક્ટમાં કુદી પડો અને કોઇપણ જાતની ક્મીટમેન્ટ કરો એ

    પહેલાં એ પ્રોજેક્ટની બધી જ વિગતો ભેગી કરી એના ઉપર વિચાર કરી પછી જ આગળ વધો .
    A STORY….and then the FINAL UNDERSTANDING.
    The DEEPER MESSAGES are often well said by SIMLPE WORDS.
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    See you all on Chandrapukar

    Like

  7. Laynal Parmar જૂન 30, 2017 પર 8:53 એ એમ (AM)

    સરસ. બીજા હાસ્ય લેખો મને ગમ્યા છે. અભિનંદન.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.