વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 388 ) મારું હૃદય ઊછળી પડે છે – વિલિયમ વર્ડ્ઝવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)

જગ વિખ્યાત અંગ્રેજી કવિ વિલિયમ વર્ડ્ઝવર્થનું એક સુંદર ભાવવાહી કાવ્ય

અને એનો એવો જ સાર્થક અનુવાદ, આપણા જાણીતા કવિ

શ્રી વિવેક મનહર ટેલરની કલમે – પછી શું બાકી રહે !

લયસ્તરો  ના સૌજન્યથી એનો આસ્વાદ પણ આપને જરૂર ગમશે

શ્રી જીગ્નેશ અધ્વર્યુ અને લયસ્તરોનો ખુબ આભાર .

વિનોદ પટેલ

—————————————————

બે ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું,

એની કને ખુદાની કોઈ બાતમી હતી.

સૈફ પાલનપુરી

————————————

મારું હૃદય ઊછળી પડે છે – વિલિયમ વર્ડ્ઝવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)

મારું હૃદય ઊછળી પડે છે જ્યારે હું જોઉં છું

આકાશમાં એક ઇન્દ્રધનુષ :

એમ જ હતું મારું જીવન શરૂ થયું ત્યારે પણ,

એમ જ છે જ્યારે હું હાલ પુરુષ છું:

એમ જ રહે જ્યારે હું ઘરડો થાઉં ત્યારે,

કે મરી જાઉં તો પણ !

બાળક એ પુરુષનો પિતા છે;

અને હું ઇચ્છું છું કે મારા દિવસો સંપૃક્ત રહે

એક-મેક સાથે કુદરતી ધર્મનિષ્ઠાથી.

-વિલિયમ વર્ડ્ઝવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)

———————————-

MY heart leaps up when I behold  

A rainbow in the sky:

So was it when my life began,  

So is it now I am a man,

So be it when I shall grow old    

Or let me die!

The Child is father of the Man:

And I could wish my days to be

Bound each to each by natural piety

–  William Wordsworth

——————————

આસ્વાદ 

નાનપણમાં મેઘધનુષ્યને જોઈને હૃદય જે રીતે હર્ષવિભોર બની જતું એ જ રીતે પુખ્તવયે પણ અનુભવાતું જોઈ કવિ ઇચ્છે છે કે આ આનંદની છોળ ઘડપણ સુધી, ના, ના ! મૃત્યુપર્યંત આમ જ અનુભવાતી રહે.

The Child is father of the Man – આ વિધાન વિશ્વના સહુથી વધુ quote થયેલ વિધાનોમાંનું એક છે. બાળક એ પુરુષનો પિતા છે એવું અવળું વિધાન કરી કવિ કહે છે કે બાળપણના સંસ્કરણો જ મોટપણને આકાર આપે છે. અને એ નાતે બાળક જ માણસનો પિતા છે.

માત્ર નવ લીટીની આ નાનકી કવિતા ઉઘાડવાની ખરી ચાવી આ વિધાન ઉપરાંત natural piety શબ્દપ્રયોગમાં છે. આમ એનો અર્થ કુદરતી ધર્મનિષ્ઠા થાય છે પણ અહીં પૈતૃકસંબંધની વાત હોવાનું ફલિત થાય છે… પણ એનો અનુવાદ શો કરવો?

 

આભાર -સૌજન્ય-  લયસ્તરો  ,વિવેક મનહર ટેલર

——————————–

હાસ્યેન સમાપયેત- વિનોદી ટુચકા- જોક્સ

HA..HA,..HAA...

આશ્વાસન !

લડાઈમાં પુત્ર ગુમાવનાર પિતાને ત્યાં એક ભાઈ ખરખરો કરવા માટે જઈ ચડ્યા .

છોકરાના પિતાને એમણે પૂછ્યું ” તમારા પુત્રને ગોળી ક્યાં વાગેલી ?”

પિતા કહે ” બરાબર કપાળની વચ્ચે ….”

પેલા ભાઈએ પિતાને આશ્વાસન આપતાં કહ્યું :” ભગવાનનો

પાડ માંનો કે એની આંખો તો બચી ગઈ !”

4 responses to “( 388 ) મારું હૃદય ઊછળી પડે છે – વિલિયમ વર્ડ્ઝવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)

  1. Ramesh Patel ફેબ્રુવારી 2, 2014 પર 9:22 એ એમ (AM)

    સરસ સંકલન..ઉત્તમ નઝરાણું.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  2. Deejay ફેબ્રુવારી 2, 2014 પર 12:57 પી એમ(PM)

    વાહ વિનોદભાઇ વાહ, મારું પણ હ્રદય પણ મલકાય જાય છે જયારે જયારેગુજરાતીમાં સરસઆર્ટીકલ વાંચવા મ ળેછે.આભાર.

    Like

  3. pragnaju ફેબ્રુવારી 2, 2014 પર 3:11 પી એમ(PM)

    ખુબ સુન્દર
    … મારું હૃદય ઊછળી પડે છે – વિલિયમ વર્ડ્ઝવર્થ (અનુ. વિવેક મનહર …
    કવિ બે સ્તનને એમની નીચે ધબકતા હૃદયની બે આંખ હોય એમ જુએ છે
    જીવનના સત્યનો ભાસ કરાવતી આ રચના… …
    ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા.
    વાહ

    Like

  4. kuldip domdiya k.d ફેબ્રુવારી 3, 2014 પર 4:32 પી એમ(PM)

    hello eye to bachagayi warna pakistani uchal jate

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.