વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 2, 2014

( 423 ) બિલાડીની માતૃત્વ ભાવના ( motherly instict ) દર્શાવતો એક અદભૂત વિડીયો

 

CAT  MOTHERપહેલી એપ્રિલની એપ્રિલ ફૂલની આ કોઈ જોક નથી પણ એક સાચી બનેલી ઘટના છે અને નીચે મુકેલ વિડીયો એ એની સાબિતી છે .

સામાન્ય રીતે કોઈ પણ બિલાડી કુદરતી રીતે કોઈ પણ પક્ષીને પકડી મારીને ખાઈ જતી જોવામાં આવે છે .

નીચે જે વિડીયો મુક્યો છે એમાં એક યુવાન યુગલ  એમના ફાર્મમાં બીજાં પ્રાણીઓની  સાથે બતકાં( Ducklings ) પણ ઉછેરવાની ઇચ્છાથી ત્રણ બતકાનાં ઈંડાં લાવે છે.એક દિવસે એમાંથી ત્રણ નાનાં સુંદર બતકાં બહાર આવે છે .

એક દિવસ આ યુગલને આ બતકનાં નાજુક બચ્ચાં નજરે ન પડતાં વ્હેમ જાય છે કે એમની બિલાડી એ બચ્ચાંનું ડીનર કરી ગઈ હશે . તેઓ બિલાડીની પાછળ પાછળ એના રહેઠાણના સ્થાને જઈને જુએ છે તો એમના આશ્ચર્યનો કોઈ પાર નથી રહેતો . બિલાડી એનાં પોતાનાં ત્રણ બચ્ચાં સાથે ત્રણ આ બતકાંને વ્હાલથી પોતાની ગોદમાં લઈને પંપાળી રહી છે એટલું જ નહિ પણ દૂધપાન પણ કરાવી રહી છે !

આ બતકાં આ દુનિયામાં આવ્યાં એના પહેલાં જ આ બિલાડીએ એનાં પોતાનાં ત્રણ બચ્ચાને  જન્મ આપ્યો હોય છે . એનામાં કુદરતી રીતે ઉદભવ થયેલી માતૃત્વની ભાવના એને આ બતકાંનો શિકાર કરી ખાઈ જવાની વૃતિ ઉપર વિજય મેળવે છે . આ ત્રણ બતકાં માટે પણ એ એક સરોગેટ માતા બની જાય છે . બતકાં મોટાં થાય છે ત્યારે પણ બિલાડીનાં બચ્ચાં સાથે તેઓ પણ એની આ સરોગેટ મા સાથે ફરતાં દેખાય છે .

એક બિલાડીમાં ઉત્પન્ન થયેલ અજબ માતૃત્વને દર્શાવતો આ સત્ય ઘટનાત્મક વિડીયો એ સાબિત કરે છે કે જેમ મનુષ્યોમાં એક માતા એના બાળકને જન્મ આપીને કુદરતી રીતે માતૃત્વ ભાવના( Motherly feelings ) અને અપત્ય પ્રેમનો જે અહેસાસ કરે છે એવી જ માતૃત્વની ભાવના અને પ્રેમ આ બિલાડી જેવાં પ્રાણીઓમાં પણ જોવા મળે છે .

નીચેનો વિડીયો આ વિષયે તમને  જરૂર વિચાર કરતા કરી મુકશે એમાં મને કોઈ શંકા નથી .

આ યુવાન યુગલને એમની બિલાડી અને બતકાંની આ આશ્ચર્યજનક વાર્તાને

એમના મુખેથી કહેતાં આ વિડીયોમાં સાંભળો .

The Cat & The Ducklings (Animal Odd Couples)