વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: એપ્રિલ 14, 2014

(428 ) મારાં ધર્મપત્ની સ્વ. કુસુમની ૨૨મી પુણ્યતિથીએ એક સ્મરણાંજલિ

 સ્મરણાંજલિ

Kusum .........4 latest

(February 2,1938- April 14,1992 )

એ સ્પર્શનાં ફૂલો તો ખીલીને ખરી ગયાં
પણ ટેરવે સુગંધનો આસવ રહી ગયો

-કરશનદાસ માણેક

આપણી આ જિંદગી ખુશી અને ગમની સાપ નિસરણીની રમત જેવી છે . જીવનમાં ખુશીના દિવસો

આવે છે એમ મનને દુખી કરે એવા ગમના દિવસો પણ આવે છે .

કભી ખુશી ,કભી ગમ, એ છે દુનિયાનો નિયમ .

૧૪મી એપ્રિલનો દિવસ એ મારા માટે મારા જીવનના એક મોટા આઘાતજનક પ્રસંગની યાદ

અપાવતો દિવસ છે .

૧૪મી એપ્રિલ ,૧૯૯૨ના એ ગોઝારા દિવસે મારાં ધર્મ પત્ની કુસુમ ૩૦ વર્ષનું દામ્પત્ય સુખ ભોગવીને

મને, મારાં ત્રણ બાળકો અને સૌ કુટુંબીજનો /સ્નેહીઓને પાછળ શોક કરતાં મુકીને અમારા

નારણપુરા,અમદાવાદ ખાતેના નિવાસ સ્થાને સ્વર્ગે સિધાવ્યાં હતા .

ખેર, કહેવાય છે ને કે દુઃખનું ઓસડ દહાડા છે .માણસનો જન્મ કે એનું મૃત્યું એ એના હાથની વાત નથી .

આ જગતમાં બધું ઈશ્વરના અકળ અને અવિચલ નિયમ પ્રમાણે ચાલ્યાં કરે છે.

———————————-

અંગ્રેજી લેખક Ron Tranmer ના  અંગ્રેજી કાવ્ય Broken Chain નો નીચેનો

અનુવાદ રજુ કરી સ્વ. કુસુમબેનને સ્મરણાંજલિ  અર્પું છું  .

કાવ્યનો અંગ્રેજી પાઠ પણ નીચે આપ્યો છે .

ભગ્ન જંજીર

એ ગોઝારી સવારે અમને  ખબર ક્યાં હતી કે

પ્રભુ તમારા નામનો સાદ પડવાના  છે .

તમો જીવ્યાં ત્યાં લગી અમે ચાહ્યાં છે તમોને

તમારો દેહ નથી ત્યારે પણ કરીએ પ્રેમ એટલો જ

તમોને ગુમાવી હૃદય ભંગ થયા છીએ અમે

તમે વિદાય થયાં નથી કઈ એકલાં, કેમ કે,

અમારા અસ્તિત્વનો ભાગ પણ ગયો છે તવ સાથે

પ્રભુએ એમના ગૃહે જે દિવસે તમોને  બોલાવ્યાં

શાંત સ્મરણો તમારાં પાછળ મૂકીને ગયાં .

દોરવાઈ રહ્યાં અમે હજી તમારા પ્રેમ દોરથી 

જોકે સદેહે અમે તમોને જોઈ શકતા નથી

તો પણ લાગ્યા કરે જાણે બાજુમાં છો તમે .

આપણી પરીવાર સાંકળ ગઈ છે તૂટી તમારા જતાં ,

જાણે લાગે બધું હવે બદલાયેલું

કિન્તુ જ્યારે પ્રભુ એક પછી એક અમોને બોલાવશે

તૂટેલી પરીવાર સાંકળ ફરી જોડાઈ જશે .

અનુવાદ- વિનોદ પટેલ

Broken Chain

We little knew that morning that
God was going to call your name.
In life we loved you dearly,
in death we do the same.
It broke our hearts to lose you,
you did not go alone;
for part of us went with you
the day God called you home.
You left us peaceful memories,
your love is still our guide,
and though we cannot see you,
you are always by our side.
Our family chain is broken
and nothing seems the same,
but as God calls us one by one,
the chain will link again.

Ron Tranmer

———————————————————

ભૂતકાળની સ્વ. કુસુમબેન સાથેની મારી એક યાદગાર તસ્વીર

Vinodbhai-Kusum on Grnar

ઉપરની તસ્વીર સન ૧૯૭૯ માં અમે કુટુંબ સાથે જ્યારે જૂનાગઠ ગયેલાં ત્યારે ગીરનારના

પર્વત ઉપર બન્ને સાથે થોડે સુધી ચઢીને પાછાં આવેલાં એની છે .

જિંદગીની આ તો કેવી છે કરુણતા કે

રોજ નજર સમક્ષ હોય એ પ્રિય જનો 

એક દિન છબીઓમાં મઢાઈ જાય છે !

વિનોદ પટેલ

આજની આ પોસ્ટને અનુરૂપ ભાવ રજુ કરતા ફિલ્મ સફરના મને ગમતા એક ગીતને ગાયક સ્વ.કિશોર કુમારના કંઠે નીચેનો વિડીયોમાં સાંભળો .

Song: Zindagi Ka Safar Hai Ye Kaisa Safar Film: Safar (1970)