વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 464 ) આગમન અને વિદાય …….એક ચિત્ર કાવ્ય …….. વિનોદ પટેલ( મારી નોધ પોથીમાથી )


નીચેનું ચિત્ર જોઈને મારા મનમાં જાગેલ વિચાર મન્થનોનું ફરજંદ એટલે મારી સ્વ -રચિત

નીચેની અછાંદસ કાવ્ય રચના …….

આશા છે આપને એ ગમે — વિનોદ પટેલ
———————————————–

Silent talks - Oldest with a youngest

Silent talks – Oldest with a youngest

આગમન અને વિદાય

હોસ્પિટલના એક જ બિછાના ઉપર સુતેલાં

એકબીજાની આંખોમાં આંખો પરોવી

ચાર પેઢીનું જેમની વચ્ચે અંતર છે

એવાં આ બે બાળકો –બાળકો જ સ્તો !

કેવું જોઈ રહ્યાં છે એકબીજાને એકી નજરે !!

કરચલીવાળા જીર્ણ હાથની ગોદમાં

પ્રેમથી લપેટાયેલું

ગુલાબના ગલગોટા જેવા ગાલ સાથે

નાજુક તાજી આશ્ચર્ય છલકાવતી બાળ આંખો

અને જીર્ણ ચશ્મામાંથી

પ્રેમ વરસાવતી જીર્ણ ઝાંખી આંખોનું

આ કેવું દિવ્ય રચાયું છે તારામૈત્રક !!

શુ જોતી હશે આ બોલતી આંખો

અને શુ વિચારતું હશે મનમાં

કુદરતનું આ અદભૂત જોડું !

જગતમાં જેનું આગમનન તાજું જ છે

એ બાળક કહેતું હશે મનમાં –

દાદા હમણાં જ હું આવ્યો છું આ જગમાં

તમને પુરો ઓળખતો પણ નથી હજુ

અને તમે તો હવે ચાલી નીકળવાના !

કેટકેટલી મારે વાતો કરવી છે

તમારા અનુભવોમાંથી કેટલું શીખવું છે મારે

થોડા વર્ષો તમે રોકાઈ ન શકો !

વૃદ્ધ દાદા કહેતા હશે

દીકરા મારા

એ મારા હાથની ક્યાં વાત છે

એક પેઢી જાય અને બીજી આવે એતો

આ જગતનો અફર નિયમ છે

તું પણ મારી જેમ

યુવાન થવાનો , વૃદ્ધ થવાનો અને

એક દિન હું જઈ રહ્યો છું એમ જવાનો.

બાળક પૂછતો હશે ,

દાદા એવું કેમ હશે

આ નિયમ ના બદલાય , બધાં એક સાથે

જઈ ના શકાય !

દાદા કહેતા હશે ,

ના બેટા , હજુ તું બહું નાનો છે , નીર્દોષ છે

તું જલ્દી મોટો થઇ જા ,

ઘણું બધું આપોઆપ શીખી જઈશ

અને એક દિવસ, ભગવાન દયાથી ,

તારી ચોથી પેઢી જોઈને ,

ખુબ સંતોષ અને ખુશીથી ,

આ જગની વિદાય લઇ લઈશ !

મારી જેમ જ !

વિનોદ પટેલ
————————————–

Silent talks - Oldest with a youngest

Silent talks – Oldest with a youngest

ચિત્ર હાઈકુ

 
જાઉં છું હવે
 
દોર સંભાળી લે જે

 સોપું છું તને
 
 
વિનોદ પટેલ

9 responses to “( 464 ) આગમન અને વિદાય …….એક ચિત્ર કાવ્ય …….. વિનોદ પટેલ( મારી નોધ પોથીમાથી )

 1. HIMATLAL PATEL August 20, 2014 at 1:15 PM

  Dear Mr. Vinodbhai, Read your ‘Picture Poem’ No.464, aagaman ane vidai’ with great interest. As being my self of 82 years, I filled that it is just suiting me. I am also enjoying with my 4th. generation, but not in the bed (as in picture). God’s Grace.
  My request is that, if you may put its English translation, on your blog, I am sure, it will be much appreciated, as many like me will like to send its English version, to our Grand children. Thanks.

  • Vinod R. Patel August 20, 2014 at 1:29 PM

   Thank you Himatbhai , for taking time to comment on my

   post which you liked. I am glad at 82 you are enjoying your

   life with 4 generations..Are you in USA or in India ?

   • HIMATLAL PATEL August 21, 2014 at 11:25 AM

    Presently, I am at ( Pensilvenia) U.S.A. but generally in India, at either at Khambhat (Gujarat) or at Mumbai.

 2. KishoreCanada June 1, 2014 at 10:36 AM

  મૌનની અનોખી પરિભાષા દર્શાવતું એક અનોખું તારામૈત્રક !
  દાદા એવું કેમ હશે –
  આ નિયમ ના બદલાય, બધાં એક સાથે
  જઈ ના શકાય !
  એક ઘણી જૂની science fiction ફિલ્મ “Logan’s run” માં બધા લોકોને એક નિશ્ચિત સમયે જવાનું હોય છે એવું બતાવવામાં આવ્યું હતું.

  • Vinod R. Patel June 2, 2014 at 2:21 PM

   પ્રતિભાવ માટે આપનો આભાર કિશોરભાઈ

   આવી રીતે પ્રોત્સાહિત કરતા રહેશો

   • Vinod R. Patel June 2, 2014 at 2:21 PM

    વિનોદભાઈ,

    આપણી આથમતી પેઢીનો નિજાનંદ કાજે, આદાનપ્રદાન કરવાનો, વહેંચવાનો આ અંતિમ પડાવ ! નહીં?
    ફરી મળતા રહીશું આ રીતે એકબીજાના બ્લોગ થકી, કાંઈક આડુ, અવળુ લખી, વાંચી, સંભળાવી ! આભાર.
    કિશોર.

 3. mdgandhi21, U.S.A. મે 31, 2014 at 9:46 PM

  છે તો કલ્પના, પણ, હકીકતમાં પણ સત્યજ છેને…….સંસારનો નિયમ છે…….!!!!
  બહુ સુંદર કાવ્ય છે…….

 4. Anila Patel મે 31, 2014 at 3:19 PM

  Aapanu aagaman ane aapani viday gothavayelij chhe.

 5. pragnaju મે 31, 2014 at 1:11 PM

  સુંદર મન
  જાગ્યો શુભ વિચાર
  થાવ કલ્યાણ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: