વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 475 ) શ્રી ગોવિંદભાઈ પટેલ અને એમનો ગોદડીયો ચોરો –એક પરિચય

 

શ્રી ગોવિંદભાઈ પટેલ બ્લોગર જગતના મારા નજીકના મિત્રોમાંના એક છે .

ગોવિંદભાઈને બે વાર રૂબરૂ મળવાની તક પ્રાપ્ત થઇ છે અને ફોનથી તો અવાર નવાર દિલથી વાતો કરીએ છીએ .

મારી શ્રી ગોવિંદભાઈ તેમ જ અન્ય બ્લોગર મિત્રો શ્રી રમેશભાઈ પટેલ અને શ્રી આનંદ રાવ લિંગાયત સાથેની રૂબરૂ મુલાકાતની આ રહી એક  બોલતી તસ્વીર .

Rameshbhai, Anandrao, Vinodbhai and Govindbhai

Rameshbhai, Anandrao, Vinodbhai and Govindbhai

ગોવિંદભાઈ સદા હસતા અને હસાવતા માણસ છે એની ખાતરી કરવા માટે એમના બ્લોગ ગોદડિયો ચોરોની પોસ્ટ વાંચવી જોઈએ .

ગોવિંદભાઈ અમેરિકામાં હોવા છતાં ભારતના રાજકારણની બધી ખબર રાખે છે અને એમના જ્ઞાનનો ઉપયોગ એમના બ્લોગની પોસ્ટમાં કરતા હોય છે .

એમના આ ગોદડિયા ચોરામાં ગામડાના માણસોની ગામઠી ભાષામાં આ રાજકારણ કેવું ખીલી ઉઠે છે એ જાણવા અને એમની હાસ્ય શૈલીનો પરિચય કરવા એમની આ  બે પોસ્ટ વાંચો .

 

“ચાય પે ચર્ચા– નકામા ખર્ચા”

ગોદડિયો ચોરો…મચ્છરોની મહાપંચાયત

 

એમણે લખ્યું છે —-

નામ ગોદડીયો કામ ગરબડ ગોટાળીંયુ ગોદડીયું  ગામ
નવરો બેસી નખ્ખોદ વાળી દે  એવા આ ગોદડીયા રામ
પાત્રો છે એનાં અવનવાં ને અવળચંદાં ના કરે આરામ
આવો પધારો અમ આંગણીયે હસવાના ના લઇએ દામ

Govind Patel

શ્રી ગોવિંદભાઈ એક જાણવા , માણવા અને મળવા જેવી વ્યક્તિ છે .

મારા મિત્ર શ્રી પી,કે.દાવડાજી એ એમની મિત્ર પરિચયની શ્રેણી મળવા જેવા માણસમાં તેઓએ શ્રી ગોવિંદભાઈનો સરસ પરિચય કરાવ્યો છે એ વાંચવા માટે નીચે ક્લીક કરશો .

 

જાણવા જેવા માણસ- ગોવિંદ પટેલ લેખક- પી.કે.દાવડા

શ્રી દાવડાજીએ એમના લેખને અંતે  “નાની આવક પણ મોટું મન. બસ આ જ એક વાત એમને મળવા જેવા માણસ બનાવવા માટે પૂરતી છે.” એ વાક્ય અનુભવે કહી શકું કે બિલકુલ સાચું છે .

વિનોદ પટેલ

=================================

ગોવિંદભાઈની મને ગમતી એક પેરોડી કાવ્ય રચનાનો પણ નીચે આસ્વાદ લો .

નેતાજી તો પરલોક પધાર્યા… કાવ્ય

===============================================================
(  રાગ:== વૈષ્ણવ જન તો તેને રે  કહીએ…………………………. )
================================================================
નેતાજી  તો પરલોકમાં પધાર્યા પરલોકને   ફફડાવે   રે.
ચિત્રગુપ્તજીને  સવાલ   પૂછીને હિસાબ  સઘળો  માંગે  રે…….
નેતાજી તો…(૧)
આ તમારો  યમરાજ છે  કેવો  નહી  અક્કલનો  છાંટો   રે
પાડે બેસાડી એ મને જ લાવ્યો  શિખામણ  એને આપો  રે……
નેતાજી  તો…(૨)
મોઘી  ને એરકંડીશન  એવી  કારોમાં  જ હું ફરનારો  રે
પાડે બેસી ને  કમર જ  દુખી  કોલગર્લને તો બોલાવો  રે…….
નેતાજી  તો…(૩)
ચિત્રગુપ્તજી  કહે બધા પશુઓને પૂછી ને પૂછાવ્યું    રે
પાડો કે’ હું જ  જવાનો  કેમ કે  એ તો  છે  મારા જેવા   રે……..
નેતાજી  તો…(૪)
પાપ પુણ્યના ચોપડા ને  મુકો આ બધી  ધમાલો રે
ભાગમાં આપણે  ધંધો કરીએ  કોન્ટ્રાકટ પદ્ધતિ લાવો  રે……..
નેતાજી  તો…(૫)
મારા  જેવા  હોય અહીં  તો એમની  મીટીંગ  બોલાવો ને
એક  પાર્ટી અહીં જ બનાવીને મને હાઈકમાંડ બનાવો રે…….
નેતાજી   તો…(૬)
ભાષણ કરવાનું  કામ જ મારું, એ સર્વેને   સમજાવો  રે,
સ્વર્ગવાળાને  વચનો દેવાના નર્કવાળાને આવકારો  રે………
નેતાજી   તો…(૭)
સ્વીસ બેંકમાં ખાતું કરાવું  ને  તમે  ખાધે જ  રાખો રે,
બ્રહ્મા-વિષ્ણુ-શંકરને ગણવા નહી  જરૂરે  માફી  માગો રે………..
નેતાજી   તો…(૮)
કૈક  થાય  તો   ગભરાતા નહી  છે રસ્તો મારી પાસે રે
વિષ્ણુને  વૈકુંઠ મુકાવશું   પક્ષપલટામાં હું પાવરધો   રે………
નેતાજી   તો…(૯)
ભાષણમાં હું   ગાંધી  જેવો ને  કાર્યે ગબ્બર  જેવો   રે
ફેશનમાં  તો  જોની  જેવો ને  ખાધે પીધે પાડા જેવો રે………
નેતાજી   તો…(૧૦)
બદલી  અને  યોજનાની  સાથે, નાણાં ખાતું  આપો  રે
સ્વર્ગમાંથી  નરકમાં ફેરવવાનો  કીમિયો  તો જુઓ  રે ………
નેતાજી   તો…(૧૧)
નેતા થઈને  સભાઓ  ગજવી  દહેજ વિરોધી નારો  રે
પણ દીકરા-દીકરી પરણાવી, લીધો દહેજનો  લ્હાવો  રે……..
નેતાજી   તો…(૧૨)
આ બધું  જ કરું  તમ કાજે પણ શરત મારી સ્વીકારો રે
ચુંટણી  ટાણે  મને  રજા આપી  ધરતી પર મોકલાવો રે……..
નેતાજી  તો…(૧૩)
હાઈકમાંડ  અને  પ્રમુખને હું  પગે પડી   સમજાવું   રે
સગા -સબંધીને  ટીકીટ અપાવું ફંડ  નો લાગ  સારો રે………..
નેતાજી   તો…(૧૪)
સાભળીને  ચિત્રગુપ્તજી  બોલ્યા આને હનુમાનને સોંપો રે,
ગદાથી જ  ગદડાવો  પછી  હાડકા તોડી ઉધો લટકાવો  રે…….
નેતાજી તો…(૧૫)
આ તો “સ્વપ્ન“ના શમણાની એક  રામ   કહાણી  રે,
સાંભળી  છે  મેં  તો   ચિત્રગુપ્તના મોઢાંમોઢ  વાણી રે ……
નેતાજી તો… (૧૬) 
====================================================================
    સ્વપ્ન  જેસરવાકર પરાર્થે સમર્પણ

 

10 responses to “( 475 ) શ્રી ગોવિંદભાઈ પટેલ અને એમનો ગોદડીયો ચોરો –એક પરિચય

  1. smdave1940 જૂન 20, 2014 પર 9:15 એ એમ (AM)

    “ભાષણમાં હું (મા’તમા) ગાંધી જેવો ને કાર્યે (ઇન્દીરા) ને ગબ્બર જેવો રે

    ફેશનમાં તો જોની જેવો ને ખાધે પીધે પાડા જેવો રે”

    જરાક મજાક માટે

    Like

  2. pragnaju જૂન 20, 2014 પર 10:38 એ એમ (AM)

    આટલા મોટા માણસ પ્રતિભાવમા અમને, સામાન્ય જનને મોટાઇ અને આદર આપે તે એમની મોટાઇ છે

    તેમના આદરને પાત્ર થવાની પ્રભુ શક્તી આપે

    Like

  3. pravinshastri જૂન 20, 2014 પર 3:54 પી એમ(PM)

    પાડે બેસી ને કમર જ દુખી કોલગર્લને તો બોલાવો રે…….
    સાભળીને ચિત્રગુપ્તજી બોલ્યા આને હનુમાનને સોંપો રે,
    ગદાથી જ ગદડાવો પછી હાડકા તોડી ઉધો લટકાવો રે…….
    એના સૌ સગલાને બોલાવી લટકેલ દશા બટલાવો રે….
    જેસરવાકરથી ચેતતા રહેજો આજના નેતાજી રે
    ચઢ્યા નજરે તો હાલ તમારા જોવા જેવા થાશે રે…..

    હું એમનો ફ્રેન્ડ અને ફેન કવિતા શીખવા થયો રે…
    આજે ખોટો ચાળો કર્યો માફી સૌની માંગું રે..

    પ્રવીણ શાસ્ત્રીના બન્ને પટેલ મિત્રોને સાદર વંદન.

    Like

  4. dee35 જૂન 21, 2014 પર 10:21 એ એમ (AM)

    વાહ ભાઇ વાહ તમે તો મઝાના માણસનો પરિચય કરાવ્યો આજે.ખૂબ ખૂબ આભાર શ્રીવિનોદભાઇનો.

    Like

  5. dee35 જૂન 21, 2014 પર 10:38 એ એમ (AM)

    શક્ય હોય તો તેમના બ્લોગના વેબ એડ્રેસ આપવા કૃપા કરશો.

    Like

  6. chandravadan જૂન 21, 2014 પર 11:13 એ એમ (AM)

    આ તો “સ્વપ્ન“ના શમણાની એક રામ કહાણી રે,

    સાંભળી છે મેં તો ચિત્રગુપ્તના મોઢાંમોઢ વાણી રે ……

    નેતાજી તો… (૧૬)

    Lakhata Raho, Govindbhai.

    Rameshbhai, Anandrao, Vinodbhai and Govindbhai ( PHOTO of 4)
    May be in AUGUST 2014 there will be a GROUP PHOTO of 15 or more !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

  7. Vinod R. Patel જૂન 25, 2014 પર 7:15 એ એમ (AM)

    E-mail comment received from our 93 years young Attaaji – Thanks Attaaji . V.P.

    —————————————–

    Himatlal joshi To Vinod Patel

    6-25-2014

    પ્રિય વિનોદભાઈ

    શ્રી ગોવિંદભાઈ પટેલ મારા ઉત્સાહ પ્રેરક છે .એમનો વિવેકી પ્રેમાળ સ્વભાવ મને બહુ ગમે છે .

    આતાના જય સ્વામીનારાયણ

    Ataai
    ~sacha hai dost hagiz juta ho nahi sakta
    jal jaega sona firbhi kaalaa ho nahi sakta
    Teachers open door, But you must enter by yourself.

    Like

  8. Ramesh Patel જૂન 29, 2014 પર 10:51 એ એમ (AM)

    rjpsmv ઈ મેલના રીસણે ઈનકમીંગ બંધ થતાં..આ નવું ઈ મેલ એડ્રેસનો હવે ઉપયોગ કરવા વિનંતી. ..srpvadi@gmail.com

    શ્રી ગોવિંદભાઈની સાથે આપના આમંત્રણે..રાધાકૃષ્ણનાં દર્શનના સંતોષ સાથેની આ તસ્વીર ,સદાય સૌને યાદ રહેશે. આપની મિત્રતાભરી આ પોષ્ટ આનંદ પીરસી ગઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  9. પરાર્થે સમર્પણ જૂન 29, 2014 પર 8:46 પી એમ(PM)

    આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

    આપના પ્રેમાળ શબ્દો દ્વારા આપે “વિનોદ વિહાર”માં મને સ્થાન આપવા બદલ આપનો ઋણી છું

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: