વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(109 ) મા તે મા,બીજા બધા વગડાના વા …સુવાક્યો અને….. માતૃ સ્મૃતિ

       

 દરરોજ નેટ મિત્રો તરફથી એમના ઈ-મેલમાં એમને બીજા કોઈ મિત્ર તરફથી મળેલી કે પોતે વાંચેલી સારી વાંચવા જેવી સામગ્રી, જેવી કે વાર્તા, કાવ્યો સારો પ્રેરક લેખ કે સુવિચાર વિ.મોકલતા રહે છે.આનાથી ઈ-મેલની ઇન બોક્ષ્ છલકાઈ જતી હોય   છે. આ રીતે ઘણીવાર મૂળ કર્તાના ઉલ્લેખ વગર આ માહિતી ફોરવર્ડ ઈ-મેલો અને બ્લોગો મારફતે ફરતી રહે છે.નેટ અને બ્લોગ જગતની આ જ તો એક બલિહારી છે !

 આમાંથી કોઈ માહિતી ઘણી પ્રેરક અને મનનીય હોય છે જે વાંચીને એમ થાય કે ચાલો આનો લાભ અન્ય મિત્રોને પણ આપીએ.

 આજની ઈ-મેલમાં એક મિત્ર તરફથી કેટલાંક મનન કરવા જેવાં ગુજરાતી સુવાક્યો પ્રાપ્ત થયાં એમાં માતા અંગેનાં  કેટલાંક સુવાક્યો ખુબ ગમી ગયાં.આ સુવાક્યો અને માતા અંગેના  કેટલાંક સેવ કરી રાખેલાં સુવાક્યો આજની પોસ્ટમાં રજુ કરેલ છે.

આ સુવાક્યો પછી મારા મનમાં માત્રુ સ્મૃતિ અંગે ઉદભવેલા વિચારો અને માતાની બે બહુ જ જૂની અપ્રાપ્ય તસ્વીરો સાથે રજુ કર્યા છે.આશા છે અપને એ ગમશે

 વિનોદ આર. પટેલ

______________________________________________________________

        માતા  અંગેનાં સુવાક્યો

જ્યારે એક રોટલીના ચાર ટુકડા હોય અને ખાવાવાળા  પાંચ હોય

ત્યારે જે સૌથી પહેલાં

બોલે કે મને ભુખ નથી તે વ્યક્તિ એટલે મા.

                       *******

ખુબ જ  મહેનત કરીને ઘેર આવો ત્યારે ……

ડેડી પૂછે :” કિતના કમાયા ?”

પત્ની પૂછે :” કિતના બચાયા ?”

છોકરાવ પૂછે :”હમારે લીયે ક્યા લાયા ? “

ફક્ત મા જ પૂછશે :” બેટા, તુમને કુછ ખાયા ?”

એટલે જ તો કહેવાય છે ……

મા તે મા બીજા બધા વગડાના વા …… 

                      ***********

શીતળતા પામવાને ,માનવી તું દોટ કાં મુકે ?

જે માની ગોદમાં છે ,તે હિમાલયમાં નથી હોતી .

— કવિ મેહુલ

________________________________________________________                    

                                         માતૃ સ્મૃતિ (બે યાદગાર તસ્વીરો )

 ઉપરનાં માતા અંગેનાં સુવાક્યો પોસ્ટ કરતાં કરતાં મને મારાં સ્વ.માતુશ્રી શાંતાબેનની સ્મૃતિ તાજી થઇ ગઈ.એક વખત અનુભવેલો માતા અને પ્રિય પાત્રનો પ્રેમ એમના ગયા પછી પ્રાપ્ત નથી થતો ત્યારે હૈયામાં પ્રેમનો દુકાળ વર્તાય છે .આદ્ર  બનેલું હૈયું પ્રેમ માટે ઝૂરતું રહે છે.  પ્રેમના આ અવકાશને પુરવા માટે જ્યાંથી અને જેટલી માત્રામાં સ્વજનો અને મિત્રોમાંથી પ્રેમ  પ્રાપ્ત થાય એ માટે દિલ વલખાં મારતું રહે છે.કોઈ કવીએ સાચું કહ્યું છે ,”પ્રેમ પંથ પાવકની જ્વાળા ….”  

   ખેર,મારી માતાની સ્મૃતિમાં એમના રંગુન, બર્માના ભવ્ય ભૂતકાળની બહું જ જૂની બે યાદગાર તસ્વીરો નીચે મૂકી છે.

મારા નાના ભગવાનદાસ સાથે બેઠેલાં મારા માતા શાંતાબેન,નાની,મારાં માસી હીરાબેન
(રંગુન ,બર્મા ..1920-21 )

 

My mother Shantaben( standing) with her elder sister Hiraben (Rangoon,Burma-1935-1936)

મારી છેલ્લી 2007ની અમદાવાદની મુલાકાત વખતે આ અપ્રાપ્ય તસ્વીરો મને મારા માસીના દીકરા સ્વ.ભરતભાઈ (જેમના માતા હિરાબેન પણ માતા સાથે તસ્વીરમાં છે )પાસેથી પ્રાપ્ત થઇ હતી. મારાં માતાનો જન્મ રંગુનમાં થયો હતો .મારો જન્મ પણ રંગુનમાં થયો હતો. આ બન્ને તસ્વીરો મારા નાના ભગવાનદાસની રંગુનમાં જાહોજલાલી હતી,એ વખતની છે.૧૯૪૨માં બીજા વિશ્વ યુદ્ધમાં જાપાને બર્મા ઉપર બોમ્મારો કર્યો ત્યારે બધી મિલકત ત્યાં છોડીને આખું કુટુંબ જીવ બચાવીને વતનના ગામ ડાંગરવામાં આવ્યું હતું.               

આ વખતે મારી ઉંમર ચાર વર્ષની હતી.મારા કમનશીબે ,થોડા વખત પછી ગામમાં ચાલતા પોલીઓના વાયરસમાં  હું સપડાઈ ગયો હતો.પોલીયોની રસી તો એ પછી ઘણા વર્ષો પછી શોધાઈ હતી.મારી પોલીયોની બીમારીમાં અને એ પછી માતાના મૃત્યું પર્યંત મને માતાનો જે પ્રેમ મળ્યો હતો એનું વર્ણન કરવા માટે શબ્દો બહુ ઓછા પડે એમ છે.  

My Mother Shantaben -Shankar Society -1 ,Naranpura Ahmedabad )

   હે મા ,તેરી સુરત સે અલગ  ……  ભગવાન કી સુરત ક્યા હોગી !

*********

25 responses to “(109 ) મા તે મા,બીજા બધા વગડાના વા …સુવાક્યો અને….. માતૃ સ્મૃતિ

  1. Ramesh Patel ઓક્ટોબર 14, 2012 પર 8:58 એ એમ (AM)

    દાદાઈ જમાનો, એનો રંગ અને એમનાં હૃદયમાં સદા લહેરાતી કૌટુમ્બિક
    ભાવનાઓ હવે સ્વપ્નવત થતી જાય છે. આ તસ્વિરો ઍટલે મહામૂલો
    લાગણીઓનો ઝરો. આપે આ સ્મૃતિઓમાં ભાગીદાર બનાવી , લાગણીમાં
    ઝબોળી દીધા કારણકે આવા જ દાદાઈ વારસાની મજા ચાખેલી છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  2. aataawaani ઓક્ટોબર 14, 2012 પર 11:41 એ એમ (AM)

    દીકરો માને તજી દ્યે પણ માં દીકરાને નથી તજી શકતી.
    અમદાવાદમાં એક સબ.ઇન્સ.નો દીકરો ચોરીને રવાડે ચડી ગયો ./એકાદ વખત જેલ યાત્રા પણ કરી .બાપે ઘણો સમજાવ્યો .પણ તે आदतसे मजबूर था પછી એક વખત બાપે ઘામાંથી કાઢી મુક્યો. દીકરાને ન કાઢી મુકવા બદલ .માએ પોતાના ધણીને ઘણો સમજાવ્યો પણ બાપ એના નિશ્ચય ઉપર મક્કમ રહ્યો .માં પણ દીકરા ભેગી ઘરમાંથી પોતાની જાતે નીકળી ગઈ .અને દીકરા સાથે ફૂટપાથ ઉપર મુકામ કર્યો .
    પણ આ અમેરિકાની વાત જુદી છે.દીકરાને કચરા પેટીમાં નાખી દીધેલાના અને મારીને દાટી દીધેલાના ઘણા દાખલા છે.

    Like

  3. captnarendra ઓક્ટોબર 14, 2012 પર 4:42 પી એમ(PM)

    विनोदभाई, साव साची वात कही अने घणी मीठी यादो ताजी करावी. आभार! मा तो आपणा श्वासमां अने रक्त कणोमंा समाई छे. एक अद्रुश्य umbilical cord आपणा आत्माने सतत तेनी साथे जोडी रही छे एनो अहेसास डगले ने पगले थतो रहे छे! आपनी पोस्ट द्वारा आ संवेदनाने पुष्टी मळी!

    Like

  4. pragnaju ઓક્ટોબર 15, 2012 પર 1:48 એ એમ (AM)

    મા અંગેના લેખો/કાવ્યનું સુંદર સંકલન
    સૌથી વધુ આનંદ અપ્રાપ્ય ફૉટાઓ જોઇ થયો
    મા એ મા….
    સૌની મા

    Like

  5. chandrakant ઓક્ટોબર 16, 2012 પર 2:18 પી એમ(PM)

    Dear vinodbhai ma a ma che tene dikh n padvu joie

    ur mail id send me my crpatel.1951@gmail.com 6

    Like

  6. aataawaani નવેમ્બર 7, 2012 પર 3:51 એ એમ (AM)

    અને કડવા ઓસડિયાં પણ માજ પાય ખોટાં વખાણ કરી કરીને આપના દુર્ગુણ ને ઉત્તેજન નો આપે .

    Like

  7. Pingback: ( 238 ) મધર્સ ડે – માતૃ સ્મૃતિ – માતૃ વંદના – કાવ્યાંજલિ …. | વિનોદ વિહાર

  8. હિમ્મતલાલ જુલાઇ 10, 2013 પર 9:25 પી એમ(PM)

    વિનોદભાઈ રમેશભાઈ કહે છે એમ હવે હૃદય માં લહેરાતી કોટુંબીક ભાવનાઓ સ્વપ્નવત બનતી જાય છે .આપણે બધા ઉછર્યા ,માતા આપણા પેશાબ કરેલી જગ્યાએ સુઈ જતી અને આપણ નાના બાળકને પોતાની સુકી જગ્યાએ સુવડાવતી . તમે નહી માનો પણ હું દિવસમાં કેટલીય વખત મારી માને યાદ કરતો હોઈશ જેમ મારી ઉમર વધતી જાય છે એમ મારી મા મને બહુ યાદ આવતી જાયછે .મારાથી ચાલવામાં , બેલેન્સ ગુમાવાય જવાય છે ત્યારે “ઓય મા ” બોલાય જવાય છે .
    ગઈકાલે મેં “સંદેશ “છાપામાં એક ક્રૂર માતાનો કિસ્સો વાંચ્યો .આ કિસ્સો દેવેન્દ્ર પટેલે “કભી કભી “કોલમમાં લખ્યો છે .સપ્ટેમ્બર 18 2012ની વાત છે .મુરાદાબાદ ના દીપ્તીગંજ વિસ્તારની આ વાત છે .મધુ નામની એક બાઈએ પોતાના ત્રણ દીકરાઓને ઝેર ખવડાવી મારી નાખ્યા .મોટો દીકરો અભિષેક 9 વરસનો હતો .ઝેરના કારને એને ઉલટીઓ થવા માંડી . એ કદાચ બચી જશે ,એવું લાગવાથી મધુએ એને ગળે ટુંપો દઈને મારી નાખ્યો ..હાલ મધુ જેલમાં છે .

    Like

  9. કેતન બરૈયા નવેમ્બર 21, 2013 પર 9:23 પી એમ(PM)

    ” મિઠા મેહુલા ને એથિ મિઠી મોરી માત રે
    જનની ની જોડ સખી નહિં મળે રે લોલ “

    Like

  10. hardik નવેમ્બર 4, 2014 પર 12:05 પી એમ(PM)

    મા મારી મા આઇ લવ યુ મા

    Like

  11. Niranjan Korde નવેમ્બર 28, 2014 પર 3:48 એ એમ (AM)

    ‘મા’ ની મહાનતા મા નું ખોળિયું મળ્યા વિના ન સમજાય

    Like

  12. aataawaani નવેમ્બર 30, 2014 પર 7:48 પી એમ(PM)

    માએ તો દીકરા માટે કલ્પનામાં ન આવે એવો અદ્ભુત પ્રેમ આપ્યો હોય છે .પણ કેટલાક દીકરા માંદી માં કે જે દીકરીને ત્યાં ન છૂટકે રહેતી હોય એવી માની દવા તો ન કરાવે પણ તબિયતના સમાચાર પણ ન પૂછે આ દીકરા પણ હોય છે .

    Like

  13. aataawaani ડિસેમ્બર 2, 2014 પર 10:16 પી એમ(PM)

    અમારી બાજુ એક વાક્ય ઝઘડો થતી વખતે બોલાય છે જેની માએ સવા શેર સુંઠ ખાધી હોય ઈ થાજો ભાયડા

    Like

  14. Ketan મે 3, 2015 પર 7:30 પી એમ(PM)

    Duniyama Badhuj Bhuli Sakay chhe Pan MAA Kyarey Bhulati Nathi
    MAA Hayat hoy ke Swargstha MAA to hamesha Dil maj hoy chhe

    Like

  15. bhupatbhai ડિસેમ્બર 17, 2015 પર 7:27 પી એમ(PM)

    તારા વિના એકલડુ લાગે મા

    Like

  16. aataawaani ડિસેમ્બર 3, 2016 પર 4:13 એ એમ (AM)

    કપાત્ર દીકરો માને રઝળતી મૂકી શકે છે .પણ મા દીકરા માટે પણ અકલ્પનીય ભોગ આપી શકે છે .

    Like

  17. સોલંકી અનુપસિંહ એપ્રિલ 3, 2018 પર 7:36 પી એમ(PM)

    મા તે મા સે….જગત જનની નું સ્વરૂપ સે…

    Like

  18. Jabhav tejal Kailash જુલાઇ 25, 2018 પર 7:08 એ એમ (AM)

    મા વિશે કહેવત

    Like

  19. અનામિક એપ્રિલ 6, 2021 પર 7:58 એ એમ (AM)

    કોટિ કોટિ પ્રણામ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.