વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 585 ) ‘બાગબાન’ના નિર્માતા-દિગ્દર્શક રવિ ચોપરાને શ્રધાંજલિ / ‘બાગબાન’ ફિલ્મનો આસ્વાદ

Baghban-2‘ધ બર્નિંગ ટ્રેન’, ‘બાગબાન’, ‘ભૂતનાથ રિટર્ન્સ’ જેવી હિટ ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક રવિ ચોપરાનું તારીખ ૧૨ મી નવેમ્બર, ૨૦૧૪ના રોજ મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ફેફસાંના કેન્સરને લીધે નિધન થયું હતું, તેઓ લાંબા સમયથી બીમાર હતા.તેઓ  ૬૮ વર્ષના હતા.

રવી ચોપરાના પરિવારમાં તેમના પત્ની અને ત્રણ સંતાનો છે.

સ્વ.ચોપરા લોકપ્રિય મહાભારત ટીવી સિરિયલના નિર્માતા-દિગ્દર્શક બી.આર.ચોપરાના પુત્ર હતા અને સદગત ફિલ્મ નિર્માતા યશ ચોપરાના ભત્રિજા હતા .

રવિ ચોપરાએ ઝમીર (1975), બર્નિંગ ટ્રેન (1980), મઝદૂર (1983), દેહલીઝ (1986), બાગબાન (2003), બાબુલ (2006) તેમજ ભૂતનાથ અને ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મો બનાવી હતી.

મહાભારત, વિષ્ણુ પુરાણ અને મા શક્તિ જેવી ધાર્મિક ટીવી સિરિયલો પણ એમણે જ બનાવી હતી.

બોલીવુડની આવી લોકપ્રિય વ્યક્તિ સ્વ. રવિ ચોપરાના આત્માને પ્રભુ શાંતિ આપે .

===================================

શ્રધાંજલિ

સ્વ. રવી ચોપરાની હૃદયને સ્પર્શી જતી ફિલ્મ ‘બાગબાન ‘નો આસ્વાદ

Baghban

નિર્માતા-દિગ્દર્શક સ્વ.રવી ચોપરાએ ૨૦૦૩માં બનાવેલી બાગબાન હિન્દી ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર બહુ જ લોકપ્રિય બનેલી ફિલ્મ હતી.ઘણા વાચક મિત્રોએ આ ફિલ્મ જરૂર જોઈ હશે અને માણી પણ હશે જ .બાગબાનનો ગુજરાતીમાં અર્થ થાય છે બગીચાનો માળી .જેમ એક માળી પોતાની બધી જ કાર્યક્ષમતાથી દિલ પરોવીને એના બગીચામાં  ફૂલ- છોડોની માવજત કરે છે, એવી જ રીતે એક માતા-પિતા પણ કુટુંબ રૂપી બગીચાનાં એનાં બાળકોની માવજત કરીને ઉછેરીને એમના વ્યક્તિત્વના વિકાસમાં જીવ રેડીને કામ કરતાં હોય છે.

આ બાગબાન ફિલ્મમાં એક મધ્યમ વર્ગીય માતા પિતા અને એના ચાર પુત્રોની કથા બહુ જ કલાત્મક રીતે રજુ કરવામાં આવી છે જે હૃદયને  સીધી સ્પર્શી જાય છે.પિતાના પાત્રમાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને માતાના પાત્રમાં હેમા માલિનીએ એમના જીવનનો એક યાદગાર અભિનય આ ફિલ્મમાં આપ્યો છે.

જેમના ઉત્કર્ષ માટે જેઓ તનથી ,મનથી અને ધનથી ઘસાયાં હતાં એવાં માતા-પિતાને એમની વૃદ્ધાવસ્થામાં જ્યારે પુત્રોના પ્રેમ અને સહારાની વધુ જરૂર હતી એવા સમયે ચારે ય પુત્રો તરફથી માતા-પિતાને અવગણના અને અપમાન સહન કરવાં પડે છે.પુત્રોના આવા અણધાર્યા અઘટિત વર્તાવથી આ વૃદ્ધ પ્રેમી યુગલ મનથી ભાંગી પડે છે. કહેવાય છે કે મા-બાપને જીવનમાં બે વખતે આંખમાં આંસું આવતાં હોય છે -જ્યારે દીકરી ઘર છોડે ત્યારે અને જ્યારે પોતાનો સગો દીકરો એમને તરછોડે ત્યારે.

એમના પોતાના દીકરાઓએ જ્યારે આ વૃદ્ધ માતા-પિતાને તરછોડી દીધાં એવા કપરા સમયે, ભૂતકાળમાં અનાથાશ્રમમાં રહેતા એક અનાથ છોકરા આલોકને એના બાળપણમાં જેને મદદ કરી હતી એ છોકરો (સલમાનખાન) એમને સગાં માતા-પિતાની જેમ પ્રેમથી અપનાવી એમને એના ઘેર લઇ જઈને સહારો આપી સાચો પુત્ર સાબિત થાય છે.

આ ફિલ્મમાં મને જો સૌથી વધુ ગમ્યું હોય તો ફિલ્મને અંતે આવતો અમિતાભની સ્પેલ બાઉન્ડ સ્પીચનો પ્રસંગ .અમિતાભ બચ્ચનએ જીવનના કડવા અનુભવો ઉપરથી લખેલ પુસ્તક “બાગબાન” માટે ઇનામ જાહેર થાય છે . આ માટે યોજાએલ એક સન્માન સમારંભમાં એ જે પ્રવચન આપે છે એ ખુબ જ અદભૂત છે . આ પ્રસંગ હૃદય સ્પર્શી તો છે જ પણ એમાં જે સંદેશ એમણે આપ્યો છે એ સમાજનું ખુબ જ વાસ્તવિક ચિત્ર રજુ કરે છે .આ સ્પીચમાં આ મહાન કલાકારનો અવાજ અને એનો અભિનય કાબિલે દાદ છે. અમિતાભને સુપર સ્ટાર કેમ કહેવાય છે એની ખાતરી કરાવતી એની આ સ્પીચ સાંભળવા અને સમજવા જેવી છે .

તો માણો બાગબાન ફિલ્મના આ અંતિમ યાદગાર દ્રશ્યને

રજુ કરતો આ વિડીયો..

Baghban- Amitabh’s Speech -Last scene

મિત્રો ,૨૦૦૩ માં ધૂમ મચાવનાર આ હિટ હિન્દી ફિલ્મ બાગબાન આખી જોવી હોય અથવા એને ફરી માણવી હોય તો નીચેના  વિડીયોમાં  જોઈ શકાશે.

Baghban 2003 Hindi Full Movie

https://youtu.be/fqJU-m_a3zU

3 responses to “( 585 ) ‘બાગબાન’ના નિર્માતા-દિગ્દર્શક રવિ ચોપરાને શ્રધાંજલિ / ‘બાગબાન’ ફિલ્મનો આસ્વાદ

  1. pragnaju નવેમ્બર 15, 2014 પર 4:16 પી એમ(PM)

    મુંબઈઃફિલ્મ નિર્દેશક-નિર્માતા રવિ ચોપરાનું નિધન થયુ છે.રવિ ચોપરાએ તેની કારકિર્દીમાં ભારતીય ટેલિવિઝન ઈતિહાસના સૌથી યાદગાર શો ‘મહાભારત'(1988)નું નિર્દેશન કર્યું હતું. આ મહાગાથા પર બનેલી ડોક્યુમેન્ટ્રી ‘મહાભારત કી મહાભારત’માં રવિ ચોપરાએ આ સીરિયલની પડદા પાછળની વાતો કરી છે.

    ૯૪ હપ્તા, મગનલાલ ડ્રેસવાલાના કોસ્ચ્યુમ

    કુલ ૯૪ હપ્તામાં બનેલુ ‘મહાભારત’૨ ઓક્ટોબર ૧૯૮૮થી ૨૪ જૂન, ૧૯૯૦ સુધી ચાલ્યું હતું.’મહાભારત’નું નિર્દેશન અને નિર્માણ ઉત્કૃષ્ટ હતું.આ શો બીબીસી પર પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો, સીરિયલ પાછળ કુલ 9 કરોડનો ખર્ચ થયો હતો.આમ એપિસોડ દીઠ 10 લાખનો ખર્ચ થતો હતો.જ્યારે દૂરદર્શનને જાહેરખબર દ્વારા 65 કરોડની આવક થઈ હતી.આ શોના કોસ્ચ્યુમ મગનલાલ ડ્રેસવાલાએ તૈયાર કર્યા હતાં.તેમજ 150થી વધુ પાત્રો હતાં.બે વર્ષ સુધી ચાલેલી આ સીરિયલનું રવિવાર સવારે ૯ થી ૧૦ તેનું પ્રસારણ થતું હતું.

    બી.આર. ચોપરાએ પ્રત્યેક હપ્તાના સૂત્રધાર તરીકે ‘સમય’ને બતાવ્યો હતો.જેમાં વિખ્યાત ઉદ્દઘોષક હરીશ ભીમાણીએ સ્વર આપ્યો હતો.ભગવાન શ્રીકૃષ્ણ તરીકે નીતિશ ભારદ્વાજને એટલી તો પ્રસિદ્ધિ મળી કે દર્શકોએ તેમને ક્યારેય બીજી ભૂમિકામાં સ્વીકાર્યા પણ નહીં.

    ‘મહાભારત કી મહાભારત’

    આ શોના કાસ્ટીંગ માટે ફિલ્માલય સ્ટૂડીયોમાં ઓડિશન્સ રાખવામાં આવ્યું હતું, આ અંગે રવિ ચોપડાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,’અમે દેશના તમામ સમાચાર પત્રોમાં તેની જાહેરાત આપી હતી. આ માટે 10થી 15 હજાર અરજીઓ આવી,અમે હાલ જોવા મળતા પાત્રોના ચિત્રો પરથી પ્રેરિત થયા હતા. અમે અભિનયને ખાસ મહત્વ આપ્યું ન હતું.જેની પુષ્ટી કાસ્ટના આગલા રેકોર્ડ પરથી જ થઈ જાય છે. મુકેશ ખન્ના, ફિરોઝ ખાન(અર્જુન)નીતિશ ભારદ્વાજ(ક્રિષ્ના) અને સુરેન્દ્રપાલ(દ્રોણાચાર્ય), આ પહેલા આ તમામ નાની ભૂમિકાઓ અને જલ્દીથી ભુલાયેલી ફિલ્મ્સ કરી હતી.પાંડવોના ત્યજેલા ભાઈ કર્ણની ભૂમિકા પંકજ ધીરે કરી. તેમણે બેખબર(1983) અને મેરા સુહાગ(1987), પરંતુ તેમણે દર્શકો પર કોઈ મોટી છાપ છોડી ન હતી.

    અરે ટેલિવિઝનમાં કામ કરતા અભિનેતાઓ પણ સ્ટાર્સ ન હતા.ગજેન્દ્ર ચૌહાણ(યુધિષ્ઠીર), સફળ શ્રેણી રજની, દર્પણ અને બીઆર ફિલ્મ્સની બહાદુરશાહ ઝફરમાં જોવા મળ્યો હતો. ગીરિજા શંકર(ધૃતરાષ્ટ્ર)એ બુનિયાદમાં રાલિયારામની ભૂમિકા કરી હતી, પરંતુ તેઓ અનિતા કંવર અને અલોકનાથી માફક બીજા કલાકારો વચ્ચે દબાઈ ગયા હતાં’

    સ્વ રવિ ચોપરાને શ્રધાંજલિ

    Like

  2. pravinshastri નવેમ્બર 16, 2014 પર 6:01 પી એમ(PM)

    મેં હજુ સુધી બાગબાન જોયું નથી. હવે આપની લિન્ક દ્વારા જોઈશ. પ્રજ્ઞાબહેનના બધા જ પ્રતિભાવો મારે માટે તો ખૂબ ઈન્ફર્મેટિવ અને એડ્યુકેશનલ હોય છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.