વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: નવેમ્બર 19, 2014

( 591 ) આજનો એક રમુજી વિડીયો-આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસે પુરુષોનો પોકાર

 Men's Day

અગાઉની પોસ્ટ નમ્બર  ( 588 ) હસવા માટે સમય કાઢો ની સલાહ આપવામાં આવી હતી.આંતર રાષ્ટ્રીય પુરુષ દિવસની આજની પોસ્ટમાં સંદેશ.કોમના સૌજન્યથી મુકેલ રમુજી વિડીયોમાં તમને હસવાની જરૂર તક મળશે. 

19મી નવેમ્બરના દિવસને આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ તરીકે ઓળખાય છે. વર્ષ 1992થી 19 નવેમ્બરને આંતરરાષ્ટ્રીય મેન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.

The inaugural celebration of IMD in India was organized by the leading Indian Men’s rights organization Save Indian Family on 19 November 2007.

The event was again celebrated in India in 2008, and plans have been made to continue the celebration annually.

HBO decided to screen male-positive movies in its “Men are Back” series on 19 November.

(Read more in detail about International Men’s Day

on this WIKIPEDIA LINK )

સામાન્ય રીતે એમ માનવમાં આવે છે કે આ દિવસે પુરૂષોનું મહત્વ વધારે હોય. નવાઇની વાત તો એ છે કે, જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય છે ત્યારે ઠેરઠેર મહિલાઓના સાહસની વાતો ઉજાગર કરતા કાર્યક્રમો રાખીને મહિલા દિવસને ઉજવવામાં આવે છે. પરંતુ તમે ભાગ્યે જ જોયું હશે કે ક્યાંક પુરૂષ દિવસ ઉજવાયો હશે.

આજે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ નિમિત્તે યુટ્યુબ ઉપર એક વીડિયો આવ્યો છે જે ખુબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં પત્નીથી પીડિતા પુરૂષોએ પોતાના દુઃખોને વ્યક્ત કરતું એક ગીત બનાવ્યું છે. આ ગીત સોસિયલ મીડિયા ઉપર ખુબ જ લોકપ્રિય થયું છે. આ વીડિયોએ તમામ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર ધમાલ મચાવી છે.

આ રહ્યો એ “કબ તક હમ ટોલરેટ “કહેતો વાયરલ વિડીયો, જુઓ અને માણો.તમને એ જરૂર હાસ્ય પૂરું પાડશે.

So Not Fair – Show Men Some Love

 Men’s Day Theme Song 2014

પુરુષ વાચક મિત્રો, ઉપરના વિડીયોમાં રજુ થયેલ પુરુષોની હૈયા વરાળમાં શું આપ સંમત છો ?આપનો આ અંગે શું અભિપ્રાય છે એ આપના પ્રતિભાવમાં જણાવશો.

સ્ત્રી વાચકોને પણ બચાવમાં કૈક કહેવાનું જરૂર હશે જ .તેઓને પણ આ ચર્ચામાં સામેલ થઇ એમનો અભિપ્રાય આપવાનું ભાવભીનું ઈજન છે.

–વિનોદ પટેલ 

Source-Courtesy-  સંદેશ.કોમ