વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 588 ) હસવા માટે સમય કાઢો,કેમ કે હાસ્ય એ આત્માનું સંગીત છે.

 Father of the Nation laughing with a laughing child

Father of the Nation laughing with a laughing child

If a busy man like Gandhiji can laugh heartily and share lighter moments, why not we ? Take Time to Laugh.

Take time to laugh –હસવા માટે સમય કાઢો.

નેટ ચર્યા કરતાં(વિક્રમ રાજા નગર ચર્યા કરતા એમ જ સ્તો !)એક પ્રેરક અંગ્રેજી કાવ્ય રચના વાંચવામાં આવી .એ ગમી જતાં એને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે .તમોને પણ ગમે એવી છે.

કેટલાક લોકો કહેતા હોય છે કે હું બહુ કામમાં છું, મને બિલકુલ સમય મળતો નથી વિગેરે .આવી ફરિયાદો છતાં એવી કેટલીક બાબતો છે જે માટે કોઇપણ રીતે સમય કાઢીને નીચેના અંગ્રેજી કાવ્યમાં કહ્યું છે એટલી બાબતો માટે જો સમય ફાળવશો તો એ તમારા જીવનને વધુ સમૃદ્ધ બનાવશે.

અંગ્રેજી ના જાણતા વાચકો માટે એનો ગુજરાતીમાં અનુવાદ કરીને અંગ્રેજી કાવ્ય નીચે મુક્યો છે.

 Take time to laugh 

Take time to laugh;it is the music of the soul.

Take time to think;it is the source of power. 

Take time to read;it is the foundation of wisdom. 

Take time to play;it is the secret of staying young. 

Take time to be quiet;it is the opportunity to seek God. 

Take time to be aware;it is the opportunity to help others. 

Take time to love and be loved;it is God’s greatest gift. 

Take time to be friendly;it is the road to happiness. 

Take time to dream;it is what the future is made of. 

Take time to pray;it is the greatest power on earth.”

(Source– Mother Teresa Prayer CardClick this link to read)

 અનુવાદ ……. 

હસવા માટે સમય કાઢો,

કેમ કે હાસ્ય એ આત્માનું સંગીત છે. 

વિચારવા માટે સમય કાઢો,

કેમકે વિચાર એ શક્તિનો સ્ત્રોત છે.

 

વાંચવા માટે સમય કાઢો,

કેમ કે વાચન એ વિદ્વતાનો પાયો છે.

 

રમવા માટે માટે સમય કાઢો,

કેમ કે રમત ગમત એ યુવાન રહેવાની ચાવી છે.

 

મૌન પાળવા માટે સમય કાઢો,

કેમ કે મૌન એ ભગવાન પ્રાપ્તિ માટેની તક છે.

 

સમજણ કેળવવા માટે સમય કાઢો,

કેમ કે સમજણથી જ બીજાને મદદ કરી શકાય છે..

 

લોકોને પ્રેમ આપવા અને પ્રેમ લેવા માટે સમય કાઢો,

કેમકે પ્રેમ એ જ પ્રભુની એક મોટી ભેટ છે.

 

મૈત્રીભાવ કેળવવા માટે સમય કાઢો,

કેમ કે મિત્રતા એ સુખી થવા માટેનો રાજમાર્ગ છે.

 

સ્વપ્નશીલ બનવાનો સમય કાઢો,

કેમકે સ્વપ્નોથી જ ભવિષ્ય બનાવી શકાય છે. 

 

અને છેલ્લે,

પ્રભુ પ્રાર્થના માટે તો સમય કાઢો જ કાઢો,

કેમકે, પ્રભુ એ જ આ જગત ઉપરની એક મહાસત્તા છે.

વિનોદ પટેલ

4 responses to “( 588 ) હસવા માટે સમય કાઢો,કેમ કે હાસ્ય એ આત્માનું સંગીત છે.

 1. pragnaju નવેમ્બર 18, 2014 પર 5:40 એ એમ (AM)

  હસવા માટે સમય કાઢો,
  કેમ કે હાસ્ય એ આત્માનું સંગીત છે.
  વિચારવા માટે સમય કાઢો,
  કેમકે વિચાર એ શક્તિનો સ્ત્રોત છે.
  સ ત્ય
  સ્વપ્નશીલ બનવાનો સમય કાઢો,
  કેમકે સ્વપ્નોથી જ ભવિષ્ય બનાવી શકાય છે.
  પ્રભુ પ્રાર્થના માટે તો સમય કાઢો જ કાઢો,
  કેમકે, પ્રભુ એ જ આ જગત ઉપરની એક મહાસત્તા છે.
  પરમ સત્ય
  જીવનતત્વને સૂર સાથે જોડ્યું. યોગ સાધ્યો અને પરમતત્વને સાધ્ય બનાવ્યું. નિરપેક્ષ ભાવે સાધના કરી અને ફળશ્રુતિ રૂપે જે કાંઈ પામ્યા તેને શિષ્યો દ્વારા ઠેઠ જગત સુધી વહાવ્યું. સંભવ છે કે આજે ગુરુ કરતાં શિષ્યો વધારે જાણીતા હોય. પરંતુ આ મૌન યાત્રિકોને જગત જાણે ન જાણે, એમની જીવનવીણામાં ઊઠેલા સ્વર આજે પણ આકાશમાં ફેલાયેલા છે. કળા એને કહેવાય જે અવ્યક્તનું આકલન કરાવે, અપ્રગટને પ્રગટ કરે. ઈશ્વરે આ આકલનની સંભાવના ધરાવતી ઇન્દ્રિય માનવમાત્રમાં મૂકી છે. પરંતુ સ્વરોની આંગળી પકડી પ્રભુના પ્રદેશનું સરનામુ ગોતી કાઢે એવા વિરલા તો કોઈક જ હોય !

  Like

 2. Pingback: ( 591 ) આજનો એક રમુજી વિડીયો-આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસે પુરુષોનો પોકાર | વિનોદ વિહાર

 3. ગોદડિયો ચોરો… નવેમ્બર 29, 2014 પર 7:37 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  જીવનને તંદુરસ્ત રાખવા સમય કાઢ્વાની જરુર છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: