વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 613 ) પાક.માં આતંકવાદીઓનાં ક્રૂર નિશાન બનેલાં શાળાનાં નિર્દોષ બાળકો

તારીખ ૧૬ મી ડીસેમ્બર ૨૦૧૪ ,મંગળવારના દિવસની સવાર પાકિસ્તાનમાં પેશાવર ખાતે એક મીલીટરી સ્કુલનાં નિર્દોષ બાળકો ઉપર થયેલ ઘાતકી આતકવાદી હુમલાના હ્રદય દ્રાવક સમાચારોથી શરુ થઇ.

જોત જોતામાં કોઈનાં ૧૩૪ લાડકવાયાં હતાં ના હતાં થઇ ગયાં.

દિવ્ય ભાસ્કરની આ લીંક ઉપર આ ગોઝારા હત્યાકાંડ ની વિગતો દિલને હલાવી દે એવી છે.

નિર્દોષ બાળકોના આ હત્યાકાંડ પર સમગ્ર વિશ્વ ફિટકાર દર્શાવી રહ્યું છે

બાળક એ તો ઈશ્વરનું પ્રતિનિધિ કહેવાય છે . આતંકવાદનું ફેલાઈ રહેલું આ વિષચક્ર ક્યારે અટકશે !માનવતાનું પણ મુલ્ય છે એ ક્યારે સમજાશે એ કોણ કહી શકે એમ છે !

આ ભુલકાંઓ ના મા-બાપ અને કુટુંબીજનો ની જગાએ આપણી જાતને મુકી વિચારીએ તો આ બનાવની ગંભીરતાનો ખ્યાલ આવી શકે .

પ્રભુ એમને આ દુખ સહન કરવાની શક્તિ આપે અને કમનશીબ મૃતકોના આત્માને શાંતિ આપે.

નોબલ પારિતોષિક વિજેતા કૈલાશ સત્યાર્થી અને મલાલા યુસુફરઝાઇ

MALALA -SATYARTHI

શાંતિ માટેના નોબલ પારિતોષિક વિજેતા કૈલાશ સત્યાર્થીએ આ બનાવના પ્રત્યાઘાતમાં કહ્યું હતું :

“જો આતંકવાદીઓ બાળકોને છોડી મુકતા હોય તો હું ત્યાં જવા તૈયાર છું. તેઓ મને મારી નાખે. તેમણે એક વખત વિચાર કરવો જોઈએ કે તેઓ શું કરી રહ્યાં છે. હું હાથ જોડીને આતંકવાદીઓને પ્રાર્થના કરું છું. એકસમયે તેઓ પણ બાળકો હતા. જેમણે આ કૃત્ય કર્યું તેઓ અલ્લાહ, માનવતા,તમારા અને મારા દુશ્મન છે.” – કૈલાશ સત્યાર્થી

આ ઘટના અંગે શાંતિ માટે નોબેલ પુરસ્કારથી સન્માનવામાં આવેલી પાકિસ્તાની કિશોરી મલાલા યુસુફરઝાઇએ પણ ચિંતા સાથે શોકની લાગણી વ્યક્ત કરી હતી.

ભારતમાં બાળ અધિકારો માટે સંઘર્ષ કરનાર કૈલાશ સત્યાર્થી અને કન્યા કેળવણીની વાત કરવા બદલ આતંક વાદીઓના હુમલાનો ભોગ બનનાર ૧૭ વર્ષની પાકિસ્તાની કિશોરી મલાલા યૂસુફઝઇને તારીખ ૧૦મી ડિસેમ્બર ૨૦૧૪ ના રોજ સંયુક્ત રીતે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.બન્નેને નોર્વેની રાજધાની ઓસ્લોમાં આયોજિત એક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

પુરસ્કાર મેળવ્યા પછી સંમેલનને આ બન્નેએ જે સંબોધન કર્યું હતું એને હાલમાં પેશાવરમાં વિદ્યાર્થી બાળકોના કરુણ હત્યાકાંડના બનાવના સંદર્ભમાં સાંભળવા જેવું છે .

Watch Kailash Satyarthi’s Nobel Peace Prize acceptance speech

Watch Malala Yousafzai’s Nobel Peace Prize acceptance speech

WATCH 1 hr 52 mts. complete ceremony video 

The Nobel Peace Prize Ceremony

December 10,2014 at Oslo, Norway 

https://www.youtube.com/watch?v=R6VQpB4kGtQ

 

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.