વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 642 ) “હું કોણ છું ?” … ચિંતન લેખ … ભાગ-૨ ….. (સંકલિત )

આ અગાઉની પોસ્ટ નમ્બર 641 – “હું કોણ છું ?” ના અનુસંધાનમાં આજની પોસ્ટમાં આગળ ચર્ચા કરવામાં આવી છે.

“હું કોણ છું ?” વિશે તત્વના જાણકાર બે તત્વવેતાઓ ,અક્રમ વૈજ્ઞાનિક દાદા ભગવાન અને  મહા યોગી રમણ મહર્ષિના વિચારો સંકલિત કર્યા છે એ આપને માટે વિચારવા માટે મનનો ખોરાક બનશે એવી આશા છે.

સૌથી પ્રથમ રાજેશ વ્યાસ “મિસ્કીન “ નું આ સરસ કાવ્ય “માણસ છું  “ આસ્વાદ માટે પ્રસ્તુત છે .

માણસ છું  —–રાજેશ વ્યાસ “મિસ્કીન “

હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.

સૌ જાણે છે કે ચાવું છું હું પાન હંમેશા મઘમઘતાં,
હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.

પાણીમાં પડેલાં કાગળના આકાર જેવા છે શ્વાસ બધા,
જીવું છું ઝાંખુ પાંખું હું ભૂંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

ક્યારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારુ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

 

“હું કોણ છું?” ઉપર દાદા ભગવાનના વિચારો .

“  હું કોણ છું?”નો જવાબ આપતાં દાદા ભગવાને સરસ કહ્યું છે કે …. 

એનો જવાબ મેળવવા માટે આપણા આત્માને ઓળખીને  અનુભવ કરો.

જીવન માત્ર જીવવા કરતાં કંઇક વધારે છે. જીવન માત્ર જીવી જવા સિવાય કશુંક વધારે હોવું જોઈએ. જીવનનો ધ્યેય ઉચ્ચ હોવો જોઈએ. મનુષ્ય જીવનનો ધ્યેય ‘હું કોણ છું?’ ની ઓળખાણ પામવી તે છે. અનંત અવતારથી ‘હું કોણ છું’ ની ઓળખાણ જ અટકી છે. ‘હું કોણ છું?’ની શોધની ખૂટતી કડીઓ જ્ઞાની પુરુષની વાણીમાં પ્રાપ્ત થાય છે.

હું કોણ છું?, હું કોણ નથી?, આત્મા કોને કહેવાય?, મારું શું છે?, મારું શું નથી?, બંધન શું છે? મોક્ષ(મુકિત) શું છે? ભગવાન ક્યાં છે? ભગવાન શું છે?, જગતનો ‘કર્તા’ કોણ છે?,

ભગવાન ‘કર્તા’ છે કે નથી?  ભગવાનનું ખરું સ્વરૂપ શું છે?’ આ જગતમાં રીયલ ‘કર્તા’ નો સ્વભાવ શું છે? જગત કોણ ચલાવે છે?, કેવીરીતે ચાલે છે? ભ્રાંતિનું ખરુ સ્વરૂપ શું છે? જે આપણે જાણીએ છીએ તે સાચું(રીયલ) છે કે ભ્રાંતિ છે? પોતાની પાસે જે જ્ઞાન છે તેનાથી પોતે મુક્ત થશે કે બંધનમાં રહેશે?

અહીં, તમને આ પ્રશ્નોની પાછળનાં સત્યની સ્પષ્ટ સમજણ પ્રાપ્ત થશે. આ વિશાળ નવો ખજાનો છે. આ અક્રમ વિજ્ઞાનમાં અદ્‍ભૂત શકિત છે.

વધુ જાણવા માટે

નીચેની લીંક ઉપર આગળ વાંચો.

 http://www.dadabhagwan.in/vaignanik-ukel/aadhyatmik-vignan/hun-kon-chhu/#sthash.jba1Cze6.dpuf

” હું કોણ “Self-enquiry ઉપર મહા યોગી રમણ મહર્ષિ

વિકિપીડીયાની આ અંગ્રેજી લીંક મહા યોગી રમણ મહર્ષિ ઉપર એમના વિષે જે પુષ્કળ માહિતી આપી છે એમાં ” હું કોણ “(Self- Inquiry ) વિષે એમના વિચારોની ચર્ચા કરી છે એ નીચે પ્રસ્તુત છે.

Self-enquiry

See also: Self-enquiry and Hua Tou

At the highest level that could be expressed in words Ramana would say that “consciousness alone exists”; if this was met with doubt by the questioner, Ramana would say that this truth was being obscured by self-limiting ideas of the mind. For those followers who were so immersed in the self-limiting ideas of the mind that they could not experience the highest truth, Ramana prescribed an innovative method of self-attention which he called self-enquiry..

He recommended this technique so often and so insistently in response to questions on self-liberation and the classic texts on Yoga and Vedanta that it was regarded by many people as the most distinctive motif in his teachings:

Enquiry in the form “Who am I?” alone is the principal means. To make the mind subside, there is no adequate means other than self-enquiry. If controlled by other means, mind will remain as if subsided, but will rise again.

Self-enquiry is the constant attention to the inner awareness of “I” or “I am”. Sri Ramana Maharshi frequently recommended it as the most efficient and direct way of discovering the unreality of the ‘I’-thought.

Enquiring the “I”-thought, one realises that it raises in the hṛdayam (heart). The ‘I’-thought will disappear and only “I-I” or Self-awareness remains, which isSelf-realization or liberation:

What is finally realized as a result of such enquiry into the Source of Aham-vritti (I-thought) is verily the Heart as the undifferentiated Light of Pure Consciousness, into which the reflected light of the mind is completely absorbed.

Ramana warned against considering self-enquiry as an intellectual exercise. Properly done, it involves fixing the attention firmly and intensely on the feeling of ‘I’, without thinking. Attention must be fixed on the ‘I’ until the sense of “I” disappears and the Self is realised. Ramana’s written works contain terse descriptions of self-enquiry. Verse thirty of Ulladu Narpadu:

Questioning ‘Who am I?’ within one’s mind, when one reaches the Heart, the individual ‘I’ sinks crestfallen, and at once reality manifests itself as ‘I-I’. Though it reveals itself thus, it is not the ego ‘I’ but the perfect being the Self Absolute.

Verses nineteen and twenty of Upadesa Undiyar describe the same process in almost identical terms:

19. ‘Whence does the ‘I’ arise?’ Seek this within. The ‘I’ then vanishes. This is the pursuit of wisdom.

20. Where the ‘I’ vanished, there appears an ‘I-I’ by itself. This is the infinite.

Ramana considered the Self to be permanent and enduring, surviving physical death. “The sleep, dream and waking states are mere phenomena appearing on the Self”, as is the “I”-thought. Our “true nature” is “simple Being, free from thoughts”. Ramana’s own death experience when he was 16 already contains the practice of self-enquiry. After raising the question ‘Who am I?’ he “turned his attention very keenly towards himself”.

His earliest teachings are documented in the book Nan Yar? (Who am I?), in which he elaborates on the “I” and Self-enquiry:

  • “Of all the thoughts that rise in the mind, the thought ‘I’ is the first thought.”

  • “What is called mind is a wondrous power existing in Self. It projects all thoughts. If we set aside all thoughts and see, there will be no such thing as mind remaining separate; therefore, thought itself is the form of the mind. Other than thoughts, there is no such thing as the mind.”

  • “That which rises in this body as ‘I’ is the mind. If one enquires ‘In which place in the body does the thought ‘I’ rise first?’, it will be known to be in the heart [spiritual heart is ‘two digits to the right from the centre of the chest’]. Even if one incessantly thinks ‘I’, ‘I’, it will lead to that place (Self)’.”

  • “The mind will subside only by means of the enquiry ‘Who am I?’. The thought ‘Who am I?’, destroying all other thoughts, will itself finally be destroyed like the stick used for stirring the funeral pyre.”

  • “If other thoughts rise, one should, without attempting to complete them, enquire, ‘To whom did they arise?’, it will be known ‘To me’. If one then enquires ‘Who am I?’, the mind (power of attention) will turn back to its source. By repeatedly practising thus, the power of the mind to abide in its source increases.”

  • “Knowledge itself is ‘I’. The nature of (this) knowledge is existence-consciousness-bliss.”

  • “The place where even the slightest trace of the ‘I’ does not exist, alone is Self.”

  • “The Self itself is God.”

 

 છેવટે,જાણીતા લેખક અને વિચારક શ્રી મોહમદ માંકડનો એક ચિંતન લેખતમારો હું કોઈને વાગે નહી એ જોજો “ સંદેશ.કોમ ના સૌજન્યથી વાંચો . 

તમારો હું કોઈને વાગે નહી એ જોજો ……મોહમદ માંકડ

 

2 responses to “( 642 ) “હું કોણ છું ?” … ચિંતન લેખ … ભાગ-૨ ….. (સંકલિત )

  1. chandravadan જાન્યુઆરી 26, 2015 પર 3:47 પી એમ(PM)

    Vinodbhai,
    Your way of INFORMING of ANYTHING with the DATA collected is really very NICE.
    You put all the efforts to “give it your all”….Your THOUGHTS as the Poem in the earlier Post.
    Your Post on “Who an I ?” reminded me of a Poem I published @ my Blog Chandrapukar. I wanted to share that….I looked back the PAST POSTS…& I share that here>>>

    હું કોણ? જગમાં કેમ હું ?

    હું કોણ ? કેમ છું ? સવાલ એવો છે જગને,
    પુછી રહ્યો છું મુજને ‘ને કહી રહ્યો છું હું સૌને !…….(ટેક)

    નારી -નર માનવ સ્વરૂપે પ્રાર્થનાઓ કરે,
    જેમાં, સંતાનસુખની આશાઓ હૈયે ભરે,
    હતી એ પ્રાર્થનાઓ ગુજરાતના વેસ્મા ગામે,
    બસ…એવી જ શરૂઆતભરી આ વાર્તા રહી !……હું કોણ…..(૧)

    થયો જન્મ એક બાળનો એક પ્રજાપતિ કુળે,
    પ્રભુકૃપાથી મળ્યા માતા-પિતા ભાણી-માધવ નામે,
    માનો કે અંતે પ્રાર્થનાઓ એમની ફળી પ્રભુ નામે,
    બસ…એવી હકિકતભરી આ વાત રહી !……હું કોણ…..(૨)

    પ્રભુઅંસરૂપી એ તો આત્મા હતો જગમાં એક,
    કહ્યો પ્રેમથી “ચંદ્રવદન”જેને્ મળ્યો માનવ-દેહ એક,
    હતો એ જગમાં ફરી ફરી, અજાણ છે કોણ હતો એ ?
    બસ…એવી સમજભરી આ વાત રહી !…હું કોણ…..(૩)]

    જનમ્યો જે તો મૃત્યુ માનવ-દેહનું નક્કી જ છે,
    પણ, આત્મા તો અમર એ જ પરમ સત્ય છે,
    હશે જગના ફેરા કેટલા એ વિષે સૌ અજાણ છે,
    બસ…એવા જ્ઞાનભરી આ વાત રહી !….હું કોણ…..(૪)

    જો પ્રભુ સાથે મિલન, તો ટુંટે જન્મોજન્મના ફેરા એના,
    તો,સંસારમાં રહી, સત્યના પંથે, કર્મો હશે જગમાં એના,
    ના કરે મૃત્યુની ચિન્તા કે શોક,હોય જો ભક્તિમાં દિવસો એના,
    બસ…આવી પરમજ્ઞાનભરી આ વાત રહી !…….હું કોણ…..(૫)

    કાલે હતો હું,આજે ભુતકાળને લીપેટી જીવી રહ્યો હું,
    ભવિષ્યમાં ક્યારે ‘ને કેમ જગ છોડીશ, એ ના કહી શકું હું,
    અરે ! “હું નથી જ!”કહી પ્રભુ શરણું સ્વીકારૂં છું હું,
    બસ…આવા ગીતાસારભરી શીખની આ વાત રહી !……હું કોણ….(૬)

    ચંદ્ર કહે અંતે, ઓ, માનવીઓ પ્રભુ પ્યારા તમે છો સૌ,
    મળ્યો છે આ માનવ જન્મ અણમોલ, ભુલો ના એ કદી સૌ,
    પ્રભુ સ્મરણમાં, ઉપકારો એના યાદ કરતા રહો સૌ,
    બસ…એવી શ્રધ્ધાભરી વિનંતીની આ વાત રહી !…..હું કોણ…..(૭)

    કાવ્ય રચનાઃ તારીખ ફેબ્રુઆરી,૧,૨૦૧૩ ચંદ્રવદન
    We, as the HUMANS, always think of “I”….All of us desire to know the SELF.
    As we do that….we are reminded of removing “I” and thus our “EGO”.
    This is the HIGHEST UNDERSTANDING of “I”….but even if, as a Human. one can NOT reach that stage, each of us MUST realise that we must CARE & LOVE others. If we understand this BASIC then it is OK if we can not get the HIGHEST PHILOSOPHICAL UNDERSTANDING of “I”.
    Happy Republic Day !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    See you @ Chandrapukar !

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.