વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(100 ) રજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ

રજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ

એમનો જન્મ કબીર પંથી અને ધાર્મિક વિચારો ધરાવતી માતા પુતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધીને ત્યાં પોરબંદરરમાં, ૨જી ઓકટોબર ૧૮૬૯ ના દિવસે થયો હતો.

મહાત્મા બન્યા એ પહેલાનું એમનું આખુ નામ મોહનદાસ કરમચંદ ગાંધી.

ગાંધીજીના જીવન વિષે જેટલું કહીયે કે લખીએ એટલું ઓછું છે. એમનું જીવન એક દંતકથા જેવું બની ગયું છે.

વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શોએ મહાત્મા ગાંધી વિશે યોગ્ય જ કહ્યું હતું કે-

“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા, નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિધતાઓ લઈને કોઈ નોખા માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”. 

વિશ્વના બીજાં એક પ્રખર વૈજ્ઞાનિક આઈનસ્તાઈને ગાંધીજીના વ્યક્તિત્વને નીચેના સુંદર શબ્દોમાં ભવ્ય અંજલિ અર્પી છે :   

Einstein on Gandhi

Mahatma Gandhi’s life achievement stands unique in political history. He has invented a completely new and humane means for the liberation war of an oppressed country, and practised it with greatest energy and devotion.

The moral influence he had on the consciously thinking human being of the entire civilized world will probably be much more lasting than it seems in our time with its over estimation of brutal violent forces.

We may all be happy and grateful that destiny gifted us with such an enlightened contemporary, a role model for the generations to come. “

( Source: The Hebrew University of Jerusalem)

મારું જીવન એ જ મારી વાણી— ઉમાશંકર જોશી

મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ  પાણી. મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો.

મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો  જય. મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર.

સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો  શ્વાસ. એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી.

જન્મી પામવો મુક્ત  સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.

– ઉમાશંકર જોશી

ગાંધીજીને ટાઈમ મેગેજીને સદીની મહાન વ્યક્તિઓમાં ટોચનું સ્થાન આપ્યું છે.

આવી વિશ્વ વંદનીય વિભૂતિને એમના જન્મ દિવસે વંદન કરીએ અને એમના ચીંધેલા માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરીએ.

ગાંધી જયંતીના દિવસે વિનોદ વિહાર ૧૦૦ લેખોની પોસ્ટ પૂરી કરે છે એ કેવો શુભ સંકેત કહેવાય !    

વિનોદ આર.પટેલ, સાન ડિયેગો

___________________________________________

ગાંધીજી ઉપર દુલા ભાયા કાગનું એક સરસ લોક ગીત

ઝાઝી વાતુંનો ઝીલનારો

ડગલે ડગલે હાલ્યા કરે ઈ

ઊંચાણમાં ન ઊભનારો

 

એ ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે

ઢાળમાં નવ ધ્રોડનારો મોભીડો મારો

ઢાળમાં નવ ધ્રોડનારો ગાંધીડો મારો

સો સો વાતુંનો જાણનારો

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો

મેલાંઘેલાંને માનનારો ………….. 

દુલા ભાયા કાગનું આ પ્રખ્યાત ગીત આખે આખું ટહુકો.કોમની આ લીંક ઉપર વાંચો અને એમનાં સ્વરમાં ઓડિયો ઉપર

સાંભળો.

રચના અને સ્વર – દુલા ભાયા ‘કાગ’

http://tahuko.com/?p=10607

________________________________________________________________

 

7 responses to “(100 ) રજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ-રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ દિવસ

  1. yuvrajjadeja ઓક્ટોબર 3, 2012 પર 4:53 પી એમ(PM)

    દુલા ભાયા કાગ ની આ રચના આજે પહેલી વાર જોઈ, આનંદપૂર્વક માણી

    Like

  2. Ramesh Kshatriya ઓક્ટોબર 4, 2012 પર 7:57 એ એમ (AM)

    thank yu Vinodbhai-this may be one of best smranjali to father of our nation- I like it.

    ________________________________

    Like

  3. Ramesh Patel ઓક્ટોબર 4, 2012 પર 11:35 એ એમ (AM)

    સો મી પોષ્ટની શતશત શુભેચ્છા….ખૂબ જ મહેનત સાથે આપ વિદ્વતાભરી
    પોષ્ટનું સંકલન કરો છો. આપને ખૂબખૂબ ધન્યવાદ…શ્રી વિનોદભાઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  4. Pingback: (106) ગાંધીજી ગાંધીવાદી ન હતા – ચંદ્રકાન્ત બક્ષી (ગાંધી જયંતી ભાગ-5) « વિનોદ વિહાર

  5. Pingback: ( 544 ) ર જી ઓક્ટોબર,ગાંધી જયંતિ / પરિવાર જન્મ દિવસો …….સંકલિત | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: