વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 597 ) મારે મન બ્લોગ અને બ્લોગીંગ શુ છે ? …..વિનોદ પટેલ

 આજના ડીજીટલ સાયબર યુગમાં ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે પ્રિન્ટ મીડિયાની સાથે સાથે  બ્લોગ વિશ્વ પણ એક અગત્યનું સાધન બની ગયું છે .

પહેલાં જે અખબારો અને સામયિકો લોકો પૈસા ખર્ચીને મંગાવીને વાંચતા હતા એ લગભગ બધું જ સાહિત્ય ઈન્ટરનેટમાં  કોમ્પ્યુટરના કી-બોર્ડ ઉપર આંગળીનું ટેરવું દબાવતાં જ વિના મુલ્યે વાંચવા માટે ઉપલબ્ધ બન્યું છે .

વિશ્વભરમાં કેટલા બધા ગુજરાતીઓ વ્યવશાય અર્થે સપરિવાર રહે છે ? એમાંના ઘણા ખરા ગુજરાતીઓને એમના વ્યવસાયોમાં વ્યસ્ત રહેવા છતાં જીવન ઉપયોગી સાહિત્ય પોતાની ગુજરાતી ભાષામાં વાંચવાની ભૂખ પડેલી હોય છે,એને બ્લોગના માધ્યમથી સારી રીતે સંતોષી શકાય છે .

ખાસ કરીને પરદેશમાં નિવાસી બનેલા નિવૃત વયોવૃદ્ધ ગુજરાતી ભાષી સજ્જનો માટે તો ગુજરાતી બ્લોગ જગત એક આશીર્વાદ સમાન છે જે એમના તરફથી મળતા પ્રતિભાવોમાંથી જોઈ શકાય છે.ગુજરાતી બ્લોગ વિશ્વ આજે કુદકે અને ભૂસકે વિસ્તૃત થતું જાય છે એનું આ જ મુખ્ય કારણ છે .

 આ બધા ગુજરાતી બ્લોગોમાં રોજે રોજ એટલું બધું સાહિત્ય વાંચવા માટે ઉપલબ્ધ હોય છે કે શું વાંચવું , શુ ના વાંચવું એની મીઠી મુંઝવણ અનુભવાતી હોય છે .આજે ૧૦૦૦ + એકલા ગુજરાતી બ્લોગ જ અસ્તિત્વ ધરાવે છે.ગુજરાતી બ્લોગ વિશ્વમાં જેને ખરેખર સારા કહી શકાય એવા કેટલાક બ્લોગો ગુજરાતી ભાષા અને એની અસ્મિતા માટે બહુ જ સુંદર કામ કરી રહ્યા છે. 

દરેક બ્લોગર મિત્રો એમની રીતે સાહિત્યની સામગ્રી પીરસી રહ્યા છે.વિશાળ બ્લોગ રૂપી સમુદ્રમાં ડૂબકી મારીને આજે ગુજરાતીઓ સાહિત્યરૂપી મોતીઓ પ્રાપ્ત  કરવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે .

મારા બ્લોગિંગના ત્રણ વર્ષના અનુભવ ઉપરથી મારે મન બ્લોગીંગ અને બ્લોગનું શું મહત્વ છે એને મારી નીચેની ત્વરિત અછાંદસ કાવ્ય રચનામાં પ્રસ્તુત કરેલ છે.

 બ્લોગ અને બ્લોગીંગ 

બ્લોગીંગ એ જન હિતાર્થે  કરવા જેવી  એક સેવા છે

જીવન સંધ્યાએ રમવા જેવી એક ઉપયોગી રમત છે

બ્લોગ મિત્રો સાથે અંતરનો તાર જોડવાનું સાધન છે

સરખા સાહિત્ય રસિકો સાથે ચર્ચા કરવાનો ચોતરો છે

સુતેલા સાહિત્ય રસને ઢંઢોળીને જગાડવાની ચાવી છે

સાહિત્ય રસની તરસ છીપાવવા માટેની એક પરબ છે

ગમતાનો ગુલાલ કરવા માટેની ગુલાલ ભરી થાળી છે

જીવન પોષક સાહિત્ય વાંચવા માટેનો એક ખજાનો છે

 ગુજરાતીને ગુજરાતીતા સાથે જોડતી કડી એક બ્લોગ છે

બ્લોગ એક મનોરમ્ય ગદ્ય પદ્ય ફૂલોની  ફૂલવાડી છે

સાહીત્ય બાગના ફૂલોની મહેંક ફેલાવતો એક પવન છે

મનને કોરતી એકલતા દુર કરવાનું અકસીર ઓસડ છે 

બ્લોગીંગને  એક  મેડીટેશન કહો યા તો એક યોગ છે

નિવૃતિનો સદુપયોગ કરવાની એક ઉત્તમ પ્રવૃત્તિ છે

ગદ્ય પદ્ય સર્જન અને વાંચન બાદની આનંદયાત્રા છે   

વિનોદ પટેલ

————————————————

મુંબાઈ,વાશીમાં રહેતા અને પત્રકારત્વ અને સામયિકોનો બહોળો અનુભવ ધરાવતા શ્રી જીતેન્દ્ર પાઢ અમેરિકા, પોર્ટ લેન્ડમાં રહેતા એમના પુત્રને ત્યાં અવાર નવાર આવતા હોય છે.

એમની અમેરિકાની ત્રીજી વારની યાત્રામાં એમની એકાંતની પળોમાં ઈન્ટરનેટ અને ગુજરાતી ભાષાના ઓન લાઈન સાહિત્ય -બ્લોગ વિશ્વ- નો અભ્યાસ કર્યા પછી એમના અનુભવની વાતો એમણે અક્ષરનાદ બ્લોગમાં પ્રકાશિત એમના એક લેખમાં કરી છે.

આજની પોસ્ટના સંદર્ભમાં અક્ષરનાદ અને લેખકના આભાર સાથે  એમનો લેખ નીચેની લીંક ઉપર વાંચવા જેવો છે.

વિદેશની અટારીએથી….. વેબ જગતનું વાંચન …..જિતેન્દ્ર પાઢ 

6 responses to “( 597 ) મારે મન બ્લોગ અને બ્લોગીંગ શુ છે ? …..વિનોદ પટેલ

  1. Pingback: (763 ) ગુજરાતી બ્લોગ વિષે શ્રી પી.કે.દાવડાના વિચારો ….. | વિનોદ વિહાર

  2. Pingback: ( 607 ) ” મીણબત્તી અને જીવન ” નું કાવ્ય …ચિંતન …… (મારી નોંધપોથીમાથી) | વિનોદ વિહાર

  3. pragnaju November 30, 2014 at 9:07 AM

    જીવન સંધ્યાએ રમવા જેવી એક ઉપયોગી રમત છે
    બ્લોગ મિત્રો સાથે અંતરનો તાર જોડવાનું સાધન છે
    આપણી અંતરની વાત
    માનસિક રોગની સારવાર

  4. Vinod R. Patel November 29, 2014 at 10:26 PM

    શ્રી સુરેશભાઈ ના બ્લોગમાં બ્લોગરો વિષે પ્રગટ આ લેખ પણ પોસ્ટ ના વિષયની પૂર્તિ કરે છે .

    https://gadyasoor.wordpress.com/2009/09/20/blogger/

  5. ગોદડિયો ચોરો… November 29, 2014 at 7:27 PM

    આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

    બ્લોગ જગતના કારણે આપશ્રી શ્રી દાવડા સાહેબ, શ્રી સુરેશકાકા (જાની) શ્રી ચંદ્રવદનભાઇ

    શ્રી રાજેન્દ્રભાઇ શ્રી રમેશભાઇ શ્રી પ્રવિણભાઇ શાસ્ત્રી શ્રી જુગલકિશોરભાઇ શ્રી કિશોરભાઇ

    શ્રી અશોક મોઢવાડિયા તેમજ વટ્વૃક્ષ સમાન આદરણીય વડિલ આત્તા ને આદરણીય વડિલ

    શ્રી પ્રજ્ઞાજુબહેન જેવા સન્માનીય વ્યકિતઓનો મને જાણે ભગવાન મલ્યા હોય એવો ભાસ થયો

    જિવનમાં ઘણુ જાણવા મલ્યું .બધાના આશિર્વાદ મલ્યા.

    સર્વેને નમસ્કાર પ્રણામ

  6. સુરેશ November 29, 2014 at 4:28 PM

    મને મળેલા હીરા જેવો મિત્રો માટે બ્લોગિંગનો પાડ માનીએ એટલો કમ.
    જય બ્લોગિંગ !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: