વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 601) અમેરિકન કુતરી ! ……. ( એક ચિત્ર કથા ) ……. હિમતલાલ જોશી ( આતા )

એક નેટ મિત્રએ મને ઈ-મેલમાં માનવીઓ જેવી જ અદામાં કુતરાઓના કેટલાક રમુજી ફોટા મોકલ્યા હતા .એમાંથી પસંદ કરીને મને ગમેલા નીચેના બે ફોટા “આધુનિક કુતરાઓ “નું શીર્ષક આપીને મારા નજીકના બ્લોગર મિત્રોને જોવા એમને ઈ-મેલથી મોકલ્યા હતા . 

પહેલા ચિત્રમાં ચાર કુતરાઓ જાણે કોઈ ક્લબમાં કાર્ડની ગેમ રમતા હોય એમ કેવા રીલેક્સ થઈને બેઠા છે !બીજા ચિત્રમાં કોમ્પ્યુટરની કી દબાવીને  કઇંક લખવામાં મગ્ન  થઇ ગયેલો એક કુતરો દેખાય છે! કોઈ ઉસ્તાદ ફોટોગ્રાફરના કેમેરા અને એના ભેજાની કમાલ જેવા આ ફોટા ખરેખર કાબીલે દાદ છે !

આ ફોટા જોઇને ઘણા મિત્રોએ એમના પ્રતિભાવો મને લખ્યા એમાં ફીનીક્ષ,એરીજોનામાં, જુનાગઢના સાવજની જેમ એકલા રહેતા હિંમતના ભંડાર જેવા, આતાના હુલામણા નામે પ્રખ્યાત ,૯૩ વર્ષના ,આતાવાણી બ્લોગના બ્લોગર મારા પ્રિય મિત્ર હિમતલાલ જોશીએ જે જવાબ લખી મોકલ્યો એ મને ખુબ જ ગમ્યો. 

આતાજીએ જવાબમાં એક મજાની વાર્તા લખી મોકલી. આતાજીના ખુશ મિજાજી સ્વભાવનાં પણ તમને એમાં દર્શન થશે .એમના જવાબને સહેજ સાજ મઠારીને આતાની લખેલી આ આખી મજાની વાત આજની પોસ્ટમાં પ્રસ્તુત છે.

આતાજીની આ કાલ્પનિક ટૂંકી વાર્તાની ખરી ખૂબી અને મજા એના અંતમાં છે .એ અંત મને ગમ્યો એવો તમને પણ જરૂર ગમશે . 

વિનોદ પટેલ 

====================================

દેશીંગાના ગામઠી લેબાશમાં હિમતલાલ જોશી.-આતા

દેશીંગાના ગામઠી લેબાશમાં હિમતલાલ જોશી.-આતા

અમેરિકન કુતરી !  — હિમતલાલ જોશી ( આતા ) 

મારી પ્રિન્ટીંગ પ્રેસની જોબ વખતે મારી સાથે કામ કરતી મારી મિત્ર કેથીએ  ઇન્ડિયા જવાનો મનસુબો ઘડ્યો. મને એની વાત કરી અને મારા ગામ દેશીંગાની   ખાસ  મુલાકાત લેવાની ઈચ્છા  વ્યક્ત  કરી  .કેથીએ એની સાથે એની પ્રેમાળ  કુતરીને પણ લઇ જવાનું નક્કી કર્યું  . મેં એને સાથે કુતરી ન જઈ જવા માટે  ખુબ સમજાવી . 

 કેથી કહે  મારી કુતરી  બહુ ફ્રેન્ડલી છે ,જરાએ હેરાન નહીં કરે . મેં કીધું  કે તારી કુતરી ફ્રેન્ડલી  હશે  , પણ અમારા  ઘેડના ડાઘીયા  કુતરા  , ફ્રેન્ડલી નથી  . એમાં ય તારી કુતરી ઓપરેશન કરીને નપુંસક  કરેલી  છે  .એટલે એને  જરાય આવકારશે નહિ  . 

આમ સમજાવ્યા છતાં  ઇન્ડીયાની મુલાકાત વખતે એની સાથે એની કુતરી સાથે મારે ગામ દેશીંગા ગઈ .

ગામમાં કેથીની કુતરીને એક  સાવઝ જેવા વાળ અને એના જેવા જ કેસરી  રંગના  ડાઘીયા કુતરાએ જોઈ . કુતરી એને મળવા જતી હતી એટલે  કેથીએ એને ડારો દઈને રોકી અને પોતાની ડાબી બાજુ  દોરીથી  ડોકે પટા સાથે  સાંકળ બાંધી હતી એનાથી  ખેંચીને  પાસે બેસાડી દીધી . 

આ જોઇને પેલો ડાઘીયો  કુતરો બોલ્યો: 

”અલી અમરીકન કુતરી ,તને આવું પરાધીન પણું ગમે છે ?’ 

અમેરિકન કુતરી બોલી:

”મને ખાવાનું કેટલું સરસ સરસ માણસો જેવું તૈયાર મળે છે  . તારી જેમ  રખડીને કોકનું ખાવાનું ઝપટ મારીને આંચકીને  ખાતી નથી  .” 

અમેરિકન કૂતરીનો આ જવાબ સાંભળીને મારા જેશીંગા ગામના સાવજ જેવા ભારતીય ડાઘીયાએ ઉર્દૂના શેરમાં અમેરિકન કુતરીને યાદ રહી જાય એવો જવાબ આપી દીધો :

मिले खुश्क रोटी जो आज़ाद  रह कर
वो खौफ और जिल्लतके  हलवे से बेहतर

એટલે કે “આઝાદીની લુખી સુખી રોટી “મને જે મળે છે એ તારા” ગુલામીના હલવા-મીઠાઈ પકવાન ” કરતાં ઘણી જ  બહેતર છે.તારી એવી ખુશી તને મુબારક! 

—હિમતલાલ જોશી (Ataai)

આ ટચુકડી વાર્તાના અંતમાં આતાજીએ કેવી સમજવા જેવી વાત કહી દીધી છે !

તમે આને એક રૂપક કથા પણ કહી શકો ! 

આતાજી અને એને પુત્રની જેમ પ્રેમ કરતો એમનો પડોશી મિત્ર ક્રીસ - ક્રિસને ઘેર થેંક્સ ગીવીંગ ડે ઉપર લીધેલો હાલનો ફોટો.

આતાજી અને એમને પુત્રની જેમ પ્રેમ કરતો એમનો પડોશી મિત્ર ક્રીસ – ક્રિસને ઘેર થેંક્સ ગીવીંગ ડે ઉપર લીધેલો હાલનો ફોટો.

આતાજીના બ્લોગ આતાવાણીની આ લીંક ઉપર તમે જો એની મુલાકાત લેશો તો તમને ઉપર કહી એવી ઘણી મજાની એમના જીવનના અનુભવોની વાતો ત્યાં તમને વાંચવા મળશે અને એમના ખુશ મિજાજી રંગીલા મિજાજનો પરિચય પણ મળશે. એમના દીર્ઘાયુંનું આ જ તો છે રહસ્ય !

અગાઉ વિનોદ વિહારમાં પ્રગટ આતાની એક સત્ય ઘટના ઉપર આધારિત વાર્તા પાંજરાપોળ ને અહી ક્લિક કરીને વાંચો.

પાંજરા પોળ…સત્ય ઘટનાત્મક વાર્તા …હિમતલાલ જોશી ( આતા ) 

10 responses to “( 601) અમેરિકન કુતરી ! ……. ( એક ચિત્ર કથા ) ……. હિમતલાલ જોશી ( આતા )

 1. Vinod R. Patel ડિસેમ્બર 1, 2014 પર 3:39 પી એમ(PM)

  શ્રી કનકભાઈ રાવળે એમના ઈ-મેલમાં કે.એલ.એમ. એર લાઈન કંપનીમાં એક કુતરો પેસેન્જરોની ભુલાઈ ગયેલી કીમતી ચીજો કેવી રીતે એમને પહોંચાડે છે એ બતાવતા એક યુ-ટ્યુબ વિડીયોની લીંક મોકલી છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

  ફરી એક વાર, શ્વાનપ્રેમીઓ પ્રતિ:
  Here is one that the littlies (and adults) will enjoy.

  Like

 2. સુરેશ ડિસેમ્બર 1, 2014 પર 3:52 પી એમ(PM)

  आताना कोई जवाब नहीं है !!
  ૯૪ વરસની ઉમરે પણ મસ્તીથી રહેવાની કળા નોન -મેટ્રિક આતા પાસેથી શીખવા જેવી ખરી હોં!

  Like

 3. aataawaani ડિસેમ્બર 1, 2014 પર 5:39 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ
  મને ખરું પૂછતાં હોવ તો મને તંદુરસ્તી ભર્યું આનંદ મય જીવન જીવવા માટેનો યશ હું આપ જેવા હેતાળ મિત્રોને આપું છું .
  આજે રાત્રે અથવા કાલે હું મારા ઉત્તમ મિત્ર ઉત્તમ પાડોશી અને જો અમારી ભાષામાં કહું તો ઓલા ભવનો દીકરો કે જેના નામનો ઉચ્ચાર ક્રિશ થાય છે .એના મારા પ્રત્યેના ઉછળતા પ્રેમની કહાની લખવાનો છું . આ અમેરિકન ક્રિશ મારા દીકરાઓ કરતા ઘણી નાની ઉમરનો છે . ક્રિશ માટે વધુ જાણવા માટે ” આતાવાણી ” ની મુલાકાત લેજો .

  Like

 4. aataawaani ડિસેમ્બર 1, 2014 પર 5:44 પી એમ(PM)

  કુત્તા શાહની કમાલ જોઈ
  હું કુત્તા સિંહને અને એને કેળવણી આપનાર ને હ્રદયથી શાબાશી આપું છું .

  Like

 5. pravinshastri ડિસેમ્બર 1, 2014 પર 5:44 પી એમ(PM)

  આતાજીના દીકરા શ્રી દેવ જોષી વર્ષોથી રેડિયો સાથે સંકળાયલા છે. એમના પ્રોગ્રામમાં આતાનો ટેલીફોન ઈન્ટર્વ્યુ અને એમની વાતો એમના શબ્દોમાં રજુ થાય તો બ્લોગ ન વાંચનારાઓને પણ નવી વાતો જાણવાની અને એમના વ્યક્તિત્વનો લાભ મળે.

  Like

 6. dee35 ડિસેમ્બર 2, 2014 પર 9:08 એ એમ (AM)

  ભારતના કુતરાએ અમેરીકન કુતરીની બોલતી બંધ કરી દીધી.વાહ,દાદા વાહ.મઝા આવી.શ્રીવિનોદભાઈ થકી આપના બ્લોગની જાણકારી મળી છે એટલે અવાર નવાર વાંચવાની મઝા પડશે.

  Like

 7. pragnaju ડિસેમ્બર 2, 2014 પર 4:32 પી એમ(PM)

  मिले खुश्क रोटी जो आज़ाद रह कर
  वो खौफ और जिल्लतके हलवे से बेहतर

  વાહ્

  Like

 8. aataawaani ડિસેમ્બર 6, 2014 પર 10:17 એ એમ (AM)

  દત્તાત્રય ગુરુએ કઈ અમથો કુતરાને ગુરુ નહી કર્યો હોય ?

  Like

 9. aataawaani ડિસેમ્બર 6, 2014 પર 10:55 એ એમ (AM)

  પ્રિય વિનોદભાઈ
  તમારા પ્રેમે મને છાપે ચડાવ્યો એથી વિશેષ મારે શું જોઈએ
  તમારા કોમેન્ટમાં પ્રવીણ શાસ્ત્રીના કોમેન્ટમાં પણ મને જુસ્સો આવે એવું લખ્યું છે એ તમે વાંચ્યું હશે તમારો આ લેખ મેં મારા દીકરા દેવ જોશીને ફાર વર્ડ કર્યો છે .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: