વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 163 ) મનુષ્યના અજંપા અંગે વિચાર મંથન — લેખક-શ્રી પી.કે.દાવડા

P.K.Davada

P.K.Davada

આપણા અજંપાના મૂળમાં આપણી મૂળ જરૂરત કરતાં વધારે વસ્તુઓની ઈચ્છાઓ છે. આપણી મૂળ જરૂરતો કઈ કઈ છે?મારા મતે એ અનુક્રમે નીચે પ્રમાણે છે.

૧. ખોરાક

૨. વસ્ત્રો

૩. ઘર

૪. શારીરિક-ડોકટરી સારવાર અને દવાઓ

૫. શિક્ષણની સગવડ

૬. સાર્વજનિક વાહન

૭. સસ્તું મનોરંજન

 

આ સાતેય વસ્તુઓ માટે પૈસા જરૂરી છે.

 

પૈસા મેળવવા પ્રયત્ન કરવો જરૂરી છે. આ પ્રયત્નનો પ્રકાર અને એની માત્રા આપણામાં અજંપો પેદા કરે છે. કેટલાક લોકો થોડી મહેનત કરી ખૂબ પૈસા કમાઈ લે છે, જ્યારે કેટલાક લોકોને અથાગ મહેનત પછી પણ એની મૂળભૂત જરૂરિયાત જેટલું મળતું નથી.

એવું પણ નથી કે જે લોકો અઢળક કમાય છે એમને અજંપો નથી.એમનો અજંપો અલગ પ્રકારનો છે. કરચોરી અને પકડાઈ જવાની બીક, પોતાની અને કુંટુંબની સલામતિની ચિંતા,બાળકો કુછંદે ન ચડી જાય તેની ચિંતા અને આવી તો અનેક ચિંતાઓના એ લોકો શીકાર થતા હોય છે. અછતવાળાઓને માત્ર એક જ ચિંતા હોય છે, “કેમ પૂરૂં કરવું?”

 

આ સાંભળીને તમને આશ્ચર્ય થશે કે ખોરાકને અભાવે જેટલા લોકો મરે છે એનાથી વધારે લોકો વધુ પડતા ખોરાકને લીધે મરે છે. મોટાપો અને ડાયાબીટીસ એ અછતવાળાને બહું નડતા નથી.

 

પૈસાના અભાવવાળા કરતાં પૈસાના અભાવ વગરના લોકો વધારે સુખી છે એમાં કોઈ બે મત નથી, પણ પૈસાના અભાવ વગરના લોકો કરતાં અતિ પૈસાવાળા વધારે સુખી છે એ વાત માનવામાં મને ખચકાટ છે. અતિ પૈસાવાળાનો સૌથી મોટો અજંપો એમની અસલામતિનો અહેસાસ છે.

 

દસ બાય દસની રૂમમાં દસ જણ રહે છે એ કંઈ બહુ સારી વાત નથી; પણ ચાર હજાર સ્કેવર ફૂટમાં બે જણ રહે છે એ પણ સારી વાત નથી.આ લોકોને ત્યાં સગાં -સંબંધી અને મિત્રોની હાજરી કંઈ હંમેશાં આનંદદાયક હોતી નથી.મને આનો જાત અનુભવ છે.

 

આપણે વાપરી શકીએ એનાથી વધારે ભેગું કરવાની વૃતિ જ અજંપાના મૂળમા છે. મધ હશે ત્યાં માખીઓ તો આવશે, અને એ તમને ત્રાસ દાયક પણ લાગશે .લોકો તમારી પાસેથી મદદ માગશે , નહિં આપો તો ગામમાં તમને વગોવશે .

 

તો અજંપો ટાળવા કેટલું ધન હોવું જોઈએ? રામ જાણે ! મને તો ખબર નથી. હા, માત્ર એટલી વાત સાચી છે કે લોકોની મૂળભૂત જરૂરતો લગભગ એક સરખી જ હોય છે. આ જરૂરિયાતથી વધારે ધનને Economics નો Law of diminishing returns લાગુ પડે છે.

 

હવે હું ધન સંચયની પણ થોડી વાત કરી લઉં. આપણા દેશમાં આવતી પેઢીના સુખનો વિચાર કરી આપણે ધન સંચય કરીએ છીએ. સાત પેઢી ખાય એટલું રાખી જવાનો અભરખો સેવી, આપણી પોતાની જીંદગીમાં કરકસરથી જીવીએ છીએ. મેં પણ આમ જ કર્યું છે.છેક હવે મને સમજ પડી છે કે આખી જીંદગી કરકસર કરી મેં મારા બાળકો માટે જે ધન સંચય કર્યું છે એ તો એમની એક વર્ષની આવક જેટલું જ છે. મારી બચતની સામે જોવાની પણ એમને ફૂરસદ ક્યાં છે? મને હવે એ જ સમજાતું નથી કે શું સાચું છે અને શું સાચું નથી!!

વાચક મિત્રો , આ બાબતે તમે શું માનો છો? 

-પી. કે. દાવડા

Internet-Quote

 

 

 

 

 

 

 

4 responses to “( 163 ) મનુષ્યના અજંપા અંગે વિચાર મંથન — લેખક-શ્રી પી.કે.દાવડા

  1. સુરેશ જાન્યુઆરી 10, 2013 પર 12:50 એ એમ (AM)

    વાત સાચી છે ( સેઈમ વીથ મી ટૂ !) પણ બિલકુલ સંચય ન કરવો એવો સાર પણ બરાબર નથી.
    સાર….
    વિ વે ક

    Like

  2. pragnaju જાન્યુઆરી 10, 2013 પર 2:22 એ એમ (AM)

    સાંપ્રત સમયની સુંદર અનુભવવાણી

    ગુરુ કો ચેલા દે વિખ, જો ગાંઠી હોય દામ,
    પુત્ર પિતા કો મારસી, યહ માયા કા કામ.
    તન મન ધન મેં નહીં કછુ અપના, છાંડી પલક મેં જાવૈ,
    તન છૂટે ધન કૌન કામ કે, કૃપિન કાહે કો કહાવૈ…

    Like

  3. પરાર્થે સમર્પણ જાન્યુઆરી 13, 2013 પર 6:25 પી એમ(PM)

    આદરણીય વડીલ શ્રી વિનોદ કાકા,
    આદરણીય વડીલ શ્રી દાવડા સાહેબની અનુભવ સિદ્ધ વાણી
    સપ્ત રંગી શબ્દો ખુબ મનનીય વિચાર શીલ છે

    Like

  4. Ramesh Patel જાન્યુઆરી 14, 2013 પર 11:54 એ એમ (AM)

    આદરણીયશ્રી પી.કે. દેવડા સાહેબ,

    આપની લેખમાળા જીવન દર્શનની મહામૂલી પ્રસાદી છે.આપે દેશ અને પરદેશી વ્યવસ્થાને સ્વ મૂલ્યાંનકનથી નાણી છે, તેથી આપના અંગ્રેજી કે

    ગુજરાતી લેખો , ફક્ત લખાણ ના રહેતાં , સમયનું દર્પણ બની રહે છે. આપ તથા શ્રી વિનોદભાઈના બ્લોગને સમય આપી વાંચવા બેસતાં,

    થોડો વિલંબ થાય છે, પણ કદી ચૂકતો નથી. ખૂબ જ મંથનથી મળતું માખણ છે.

    ધન એવી વસ્તુ છે કે કીર્તિ અને ઉપભોગોને પોષે છે પણ મેળવવા જે યત્ન કરવો પડે છે કે સાચવવા મથવું પડે છે, તે નિશ્ચયે અજંપાની ભેટ ધરે છે.

    આ સંસારમાં શ્રીમંતાઈના શીખરેથી સંન્યાસ લઈ માનવજાત , સંતોષસુખનું ધન રળવા નીકળે છે અને ચક્કર ચાલુ જ રહે છે.

    મોંઘવારી એટલી વધી ગઈ છે કે , આપણી પેઢીની બચત ચટણી લાગે છે. આજે સંતાનોના કૌટુમ્બિક વ્યવહારમાં મળેલી સોનાની વસ્તુની પાછી આપવા

    જઈએ ત્યારે ખબર પડે છે કે પછેડી ટૂંકી જ લાગે છે. બે પાંદડે છેક સુંધી ટકી રહે એવું આયોજન જ અજંપા ઓછા કરે…મનનીય લેખ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.