વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 172 ) ઓળખીએ ગાંડા અહંકારના સ્વરૂપને — પૂજ્ય દાદા ભગવાનની અમૃત વાણી (દાદા વાણી )

Dada Bhagwan

“ To know “who I am and who I am not” is called Absolute knowledge (Gnan) .” – Dadashri

 

આ અગાઉની પોસ્ટ નંબર ૧૭૧ માં  ” અહંકાર પણ એક પ્રકારનો નશો છે.” એ નામનો લેખ પોસ્ટ કરવામાં આવ્યો છે .

ત્યારબાદ નેટ જગતમાં ઘૂમતાં પૂજ્ય દાદા ભગવાનની વેબ સાઈટ ઉપર એમના પ્રવચન ઉપર આધારિત “ઓળખીએ ગાંડા અહંકારના સ્વરૂપને” એ નામનો એક વિસ્તૃત પ્રેરક લેખ જોવામાં આવ્યો . આ લેખ વાંચતાં જ મને એ ગમી ગયો એટલે વાચક મિત્રોના લાભાર્થે આજની પોસ્ટમાં મુક્યો છે .

આ લેખમાં પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) આ ગાંડા અહંકાર વિષે વિશેષ ફોડ પાડતા કહે છે,

મોક્ષમાર્ગની પ્રગતિમાં આ પણ એક મોટુંભયસ્થાન છે.

. આ ગાંડો અહંકાર બધે હોય ને તેને મસ્તીમાં રખડાવે. પોતાને એમ જ લાગે કે પોતાનામાં આવો અહંકાર નથી પણ એ આટલો નાનો થઈને બેસી રહેલો હોય, એને વધતા વારેય ના લાગે. એને ઓળખી લેવો પડે. તે જડમૂળથી ઉખેડી નાખવો જોઈએ. હવે એ ગાંડો અહંકાર શું કરે ? તો કહે,

* સવળાને અવળું દેખાડે

* સત્ય વાતનો સ્વીકાર ના કરવા દે,

* પોતે સાચો છે, પોતાની વાત સાચી છે એ આગ્રહ રાખી બીજાને દુઃખ આપે,

* પોતાના ડહાપણે બધું કામ કરવા જાય ને ગૂંચો પાડ-પાડ કરે,

* બુદ્ધિનું ઉપરાણું લે અને ભેદ પાડે,

* બીજાને નુકસાન થાય-પાયમાલ થઈ જાય તેવા ભાવ કરે,

* સામા નિમિત્તને બચકાં ભરે,

* પોતાની જાતનું, પોતાની વાતનું, પોતાની માન્યતાનું રક્ષણ કરે,

* જેમાં ને તેમાં નેગેટિવ જુએ,

* હું હોશિયાર છું માનીને બીજા બધામાં ડખલો કરે,

* માન પોષવા કપટ કરે અને ના પોષાય તો બીજાનું અપમાન કરે, ખરાબ ઈચ્છે,

* બીજા બધાના દોષ જુએ અને પોતાને ચોખ્ખો જુએ કે હું બહુ ડાહ્યો,

* હું જાણું છું, હું વિશેષ છું, હું કંઈક છું, મારામાં આવડત છે, મારા વગર ચાલે જ નહીં એમ એનો કેફ રખાવે,

*પોતાને જ્ઞાનજાગૃતિ પૂર્ણ ના હોય પણ તેવી જાગૃતિ વર્તે છે તેવી વાતો કરે, આડંબર દેખાવ કરે

* પોતે પૂર્ણતાએ પહોંચ્યો છે એમ માની તેના કેફમાં જુદો ચોકો માંડે, પંથ સ્થાપે.

આ આખો લાંબો પ્રેરક લેખ થોડી ધીરજ રાખી દાદા ભગવાનની વેબ સાઈટની નીચેની લિંક ઉપર વાંચો .

http://dadabhagwan.in/dadavani/2010/March_10.html

નીચેની વેબ સાઈટ ઉપર અનેક વિડીયો પ્રવચનો . સત્સંગ …

  http://satsang.dadabhagwan.org/

 

_____________________________________________________________________

દાદા ભગવાનના જ્ઞાનનો આધ્યાત્મિક વારસો સ્વ. નીરુમા પછી હાલ સંભાળી રહેલ એમના અદના શિષ્ય પૂજ્ય શ્રી દીપકભાઈએ મન ,બુદ્ધિ ,ચીત ,અહંકાર ઉપર ઉદાહરણો સાથે કરેલ સુંદર પ્રેરક પ્રવચન નીચેના વિડીયોમાં સાંભળો અને સત્સંગ કરો .

5 responses to “( 172 ) ઓળખીએ ગાંડા અહંકારના સ્વરૂપને — પૂજ્ય દાદા ભગવાનની અમૃત વાણી (દાદા વાણી )

 1. Hemant Bhavsar જાન્યુઆરી 28, 2013 પર 8:46 એ એમ (AM)

  Dear Vinodbhai ,

  Preaching by Shree Dipak bhai and Guru Maa are telecast daily on Monday – Friday through ATN , it is great devotional message sent by both of them with the blessings of shree Dada Bhagwan , i am sure it’s available to US viewers , Thank you again for moving and posted deep meaning of Ego , i am sure all the readers had been learnt from these two valuable postings . thanks again .

  Hemant Bhavsar

  Like

 2. pragnaju જાન્યુઆરી 28, 2013 પર 3:05 પી એમ(PM)

  ૐ ૐ ૐ

  અહંકાર વિષે – (૩૦) – (૭૦૮ – ૭૧૮)

  (૭૦૮) કીયા કરાયા સબ ગયા, જબ આયા અહંકાર,

  કોટ કરમ લાગે રહેં, એક અહંકાર કી લાર.

  જ્યારે મનુષ્યને અહંકારનો ભાવ ઉભો થાય છે, ત્યારે તેના જીવનમાં કરેલાં બધાં જ શુભ કાર્યોનું પુણ્ય નાશ પામે છે. અરે એક જ અહંકારની આગ એટલે ગર્વવાળું ક્રોધભર્યું વર્તન, તેને કરોડો કર્મોના ભાગ્યની લંગાર સાથે જોડી દે છે.

  (૭૦૯) અહન્તા ન આનીયે, જો હરિ સિંહાસન દે,

  જો દીલ રાખે દીનતા, સાંઈ અપના કરલે.

  જો ભગવાન તને રાજાધિરાજનું સિંહાસન આપે, તો પણ તું તારા મનમાં અહંભાવ લાવીશ નહીં. જો તું તારા મનમાં નમ્રતા ધારણ કરી સમભાવ રાખી વર્તશે તો સાંઈ એટલે પરમાત્મા તને પોતાનો કરી લેશે.

  (૭૧૦) લઘુતામેં પ્રભુતાઈ હય, પ્રભુતાઈસે પ્રભુ દૂર,

  કીડી જો મિસરી ચુંગે, હાથી શિર ડારે ધૂર.

  નમ્રતામાં પરમાત્મા વસેલો છે, પણ જ્યારે મનમાં અહંભાવ ભરી મોટાઈ ઘુસી જશે, તો પરમાત્માથી દૂર ચાલી જઈશ. જેમ નમ્ર બિચારી કીડી ધુળમાંથી ખાંડ વીણી શકે છે, એટલે નમ્ર થયેલું મન જ્ઞાનની ઝીણી વાત સમજી શકે છે. અને મોટો હાથી ખાંડ તો નહીં પકડી શકે પણ ફક્ત ધૂળ ઉડાડશે એટલે હાથી જેવા અહંકારી મનુષ્યને જ્ઞાનની ઝીણી વાત કદી પણ સમજાશે નહીં.

  (૭૧૧) બડી બીપત બડાઈ હય, નાના કરમ સે દૂર,

  તારે સબ ન્યારે રહે, ગ્રહે ચંદ્ર ઓર સૂર.

  પોતાની બડાઈનું પ્રદર્શન કરવાથી બહુ જ મોટી વિપત્તિ નોતરીયે છીયે. અને નમ્રતાથી વર્તે તે પાપ કર્મથી દૂર રહે છે. જેમ સુરજ અને ચંદ્રને ગ્રહણ નડે છે, પણ તારા જે ઘણા જ નાના લાગે છે, તે તો ન્યારા જ રહે છે, તેઓને ગ્રહણ નડતું નથી.

  (૭૧૨) કબીર ગર્વ ન કીજીયે, રંક ન હસીયે કોય,

  અજહુ નાવ સાગરમેં હય, ના જાનુ ક્યા હોય.

  કબીરજી કહે! તું ગર્વ એટલે અહંકાર કરીશ નહીં. અને ગરીબના જીવન અને વર્તનને હસવામાં કાઢીશ નહીં. હજુ તારા પોતાના જીવનનું નાવ આ સંસારના સાગર વચ્ચે છે. ખબર નથી કાલે શું થાય?

  (૭૧૩) ઉંચા પાની ના ટીકે, નીચે હી ઠહરાય,

  નીચા હોય સો ભર પીયે, ઉંચા પ્યાસા જાય.

  જેમ ઉંચી જગ્યાએ પાણી રહેતું નથી, તે નીચે વહી જઈને જ ઠરશે. તેમ મોટાઈ કરવી તે નીચે પડવા માટે છે. જેમ નીચો વળી તે નદી કે વાવમાંથી પાણી કાઢશે, તે જ પાણી પીશે, ઉંચો રહી ઉભો ઉભો પાણીની ઈચ્છા રાખશે તે તરસ્યો રહેશે. અર્થાત્ નમ્રતામાં સુખ છે.

  (૭૧૪) ઉચ્ચ કુલ જન્મે કહાં, દેહી ધરે અસ્થૂલ,

  પાર બ્રહ્મકો ના ચઢે, બાંસ બહીના ફૂલ.

  તું અહંકાર કરે છે કે તેં ઉંચા કુળમાં જન્મ લીધો છે. પણ તેં જે દેહ ધરેલો છે તે તો અસ્થિર છે, તો એ કઈ જાતનું ઉંચું કુળ કહેવાય. એ તો ફુલ વગરનો વાંસ છે, જે ભગવાનને ચઢાવી શકાતા નથી. તેના જેવી તારી દશા છે.

  (૭૧૫) ઉંચા કુલ કડા કીજીયે, જો કરણી ઉંચ ન હોય,

  કનક કલેશમેં મન ભરા, સંતો નિંદીયા સોય.

  જેનું મન કનક મેળવવાના કલેશમાં ભરાઈ રહેતું હોય, સાથે સંતોની નિંદા કરતો હોય, એમ જેની કરણી જ નીચી હોય છે. તેવા અહંકારી ઉંચા કુળમાં જન્મેલાને શું કરવાના હતા. તેવાઓ કડાઈમાં ચુલે ચઢાવવા જેવા છે.

  (૭૧૬) ઉંચા દેખ ન રાચીયે, ઉંચા પેડ ખજુર,

  પંખી ન બેઠે છાંયડે, ફલ લાગો પન દૂર.

  અહંકારી માણસની ઉંચી જાતની મોટાઈ જોઈ રાચવું નહીં એટલે તેની તરફેણ કરી ફુલાવું નહીં. જેમ ઉંચા ખજુરના ઝાડને છાંયડે કોઈ પ્રાણી કે પંખી બેસી શકે નહીં તેમ જ તેનાં ફળ પણ ઉંચે દૂર લાગે છે.

  (૭૧૭) ઉંચે કુલ કે કારને, બાંશ બડ્યો અહંકાર,

  રામ ભજન હિરદે નહી, જાલ્યો સબ પરિવાર.

  પોતાને ઉંચા કુળનો માની તેનો અહંકાર કરનારાને પરમાત્મા પ્રત્યે તેના હ્રદયમાં જરા પણ ભક્તિ નહીં હોતાં તે ઉંચા વધેલા વાંસ જેવા છે. જેઓ એક બીજા સાથે ઘર્સણ કરી, અગ્નિ ઉત્પન્ન કરી આખા વાંસના જંગલને સળગાવી મુકે છે, તેમ તેવા અહંકારીઓ તેના આખા કુળને ઉજાળી મુકે છે.

  (૭૧૮) કબીર! તહાં ન જાઈયે, જહાં કુલકો હેત,

  સાધુપનો જાને નહી, નામ બાપકો લેત.

  કબીરજી કહે! તેવા માણસ નજીક ફરકતો નહી જે પોતાના કુળના વડવાઓની મોટાઈ હાંકતો હોય. તેવાને શુદ્ધ બુદ્ધિ વાળા સાધુઓના સાધુપણાની થોડી પણ ખબર નથી હોતી.

  Like

 3. aataawaani જાન્યુઆરી 29, 2013 પર 1:26 પી એમ(PM)

  પ્રિય વિનોદ ભાઈ પુ દાદાભાગ્વનની વાતો સાંભળી ઘણું શીખવા મળ્યું તમારો આભાર

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.